Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

બીજા તબક્કામાં અમદાવાદ અને વડોદરા સહીત 11 જિલ્લામાં 2017ની ચૂંટણીની તુલનામાં વોટીંગમાં 10 ટકાથી વધુનું ગાબડું

સૌથી મોટું ગાબડું વડોદરા (14.58%) અને અમદાવાદમાં (13.53%) પડ્યું: આણંદ (12.78%), બનાસકાંઠા (10.57%), પાટણ (12.77%), મહેસાણા (11.54%), સાબરકાંઠા (10.28), અરવલ્લી (10.26), ગાંધીનગર (12.89%), મહીસાગર (12.6%) તથા દાહોદ (11%) મતદાનમાં ઘટાડો

અમદાવાદ: બીજા તબક્કાના મતદાન પૂર્ણ થવાની સાથે જ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022નું મતદાન પૂર્ણ થઇ ગયું છે. જો કે બંને તબક્કાઆ થયેલા ઓછા મતદાનને કારણે રાજકારણીઓ અને પાર્ટીઓની ઊંઘ હરામ થઇ ગઈ છે. 

આજે 5 ડિસેમ્બરે યોજાયેલા બીજા તબક્કાના મતદાનમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાઓની 93 બેઠકો પર મતદાન થયું હતું.

  રાજ્યના 14 જિલ્લામાં મતદાન થયું તેમાંથી 11 જિલ્લા એવા છે કે જેમાં ગત 2017ની ચૂંટણીની તુલનામાં 10%થી ઓછું મતદાન થયું છે. આમાં સૌથી મોટું ગાબડું સ્વાભાવિક રીતે વડોદરા (14.58%) અને અમદાવાદમાં (13.53%) પડ્યું છે. જ્યારે ગત ચૂંટણી કરતા જે જિલ્લામાં મતદાનમાં 10% કે વધુ ગાબડું પડ્યું છે તેમાં આણંદ (12.78%), બનાસકાંઠા (10.57%), પાટણ (12.77%), મહેસાણા (11.54%), સાબરકાંઠા (10.28), અરવલ્લી (10.26), ગાંધીનગર (12.89%), મહીસાગર (12.6%) તથા દાહોદનો (11%) સમાવેશ થાય છે.

 

(9:13 pm IST)