Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ભાજપને 125થી વધારે સીટ મળશે : કોંગ્રેસને ગત વખત કરતા અડધી અને આપને બે ચાર બેઠક : સાત એક્ઝિટ પોલનું સરેરાશ

પીએમ મોદી અવાર-નવાર કહેતા કે ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડશે: એક્ઝિટ પોલના આંકડા મુજબ રેકોર્ડ તૂટવાની શક્યતા નકારી શકાય નહીં

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને હવે એક્ઝિટ પોલના આંકડાઓ આવી રહ્યાં છે તેમાં મોટાભાગના પોલ  ભાજપના ઉમેદવારોને હૈયે ધરપત આપી છે.ગુજરાતમાં ઓછું મતદાન છતાં એક્ઝિટ પોલના આંકડાઓમાં ભાજપને સવાસોથી વધારે સીટ મળવાનું અનુમાન છે.

 પીએમ મોદી અવાર-નવાર કહેતા હતા કે ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડશે. આજે એક્ઝિટ પોલના જે આંકડા સામે આવ્યા તેમાં રેકોર્ડ તૂટવાની શક્યતા નકારી શકાતી નથી. સાંજે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા તેમાં ન્યૂઝ એજન્સીઓએ ભાજપ સરકારને સ્પષ્ટ બહુમતી આપી છે.

સાત ન્યૂઝ એજન્સીઓએ જે તારણો કાઢ્યાં છે તેમાં સરેરાશ સીટનું ગણિત મુજબ ભાજપને 136, કોંગ્રેસને 35, આમ આદમી પાર્ટીને 8 અને અપક્ષને માત્ર 3 સીટ મળી છે. મતલબ કે  ભાજપ સવાસો કરતાં પણ વધારે સીટ મેળવી શકે જ્યારે કોંગ્રેસને 2017માં 77 સીટ મળી હતી તેનાથી માંડ અડધી સીટ મળી શકે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ તમામ સીટ પરથી લડે છે છતાં તેના ભાગે 10 સીટ પણ નહીં આવે. આપ 8 સીટ મેળવી શકે જ્યારે અપક્ષ ત્રણ સીટ લઈ જશે.

 

(9:37 pm IST)