Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

કાટકોઇ ગામે મહિલા એ કોઈક કારણોસર ઝેરી દવા પી જતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કાટકોઇ ગામમાં પરણિતા એ ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાયા હતા

પ્રાપ્ત વિગતો અનુસાર કિંજલબેન તે સંજયભાઇ વિનુભાઇ તડવી (ઉ.વ.૨૪ )( હાલ રહે.કાટકોઇ તા. તિલકવાડા જી.નર્મદા મુળ રહે.જેમલગઢ તા.નસવાડી જી.છોટાઉદેપુર) નાઓ રવિવારે સાંજના આઠેક વાગ્યાના અરસામાં કોઈક કારણોસર કાટકોઇ ગામે પોતાના પીયરમાં ઘાસ મારવાની દવા પી જતા તો તેમના પિતા ગરૂડેશ્વર સરકારી દવાખાનામાં સારવાર માટે લાવેલ અને તેઓ અર્ધબેભાનમાં હાલતમાં હોય તેમને આગળની સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે .

(10:03 pm IST)