Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ગરુડેશ્વર એ.પી.એમ.સી ની ગેરકાયદેસર હોટલ ખાલી કરાવવા સરકારની સૂચના

ખેડૂત તાલીમ કેન્દ્ર ની સહાય ની રકમ પણ વ્યાજ સહીત ભરવા નિયામકનો પત્ર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર માં આવેલ એ પી એમ સીના ગેરકાયદેસર હોટલ કૌભાંડમાં ગાંધીનગરથી ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના નિયામકે હોટલ ખાલી કરવા અને સરકારી ગ્રાન્ટની રકમ વ્યાજ સહીત પરત ભરપાઈ કરવા એ પી એમ સી ચેરમેનને પત્ર લખી સૂચના આપતા હોટલ કૌભાંડની પુનઃ ચર્ચા ચાલી રહી છે

  પ્રાપ્ત માહિતી મુજબ SOUને કારણે કેવડિયા આસપાસ હોટલ ઉદ્યોગ વિકસી રહ્યો છે ત્યારે હોટલના ધંધા માં ઝંપલાવી માલદાર થવાની લ્હાયમાં રાજ્ય સરકારના સહકાર વિભાગના એક ઉચ્ચ અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર નર્મદાની કચેરીના એક કર્મચારીએ તેમના બે મળતિયા સાથે મળી ભાગીદારી પેઢી બનાવી નીતિ, નિયમ ,અને કાયદાનો છડેચોક ભંગ કરી એપીએમસી ગરુડેશ્વરને ખેડૂત તાલીમ કેન્દ્રની મળેલી ગ્રાન્ટમાં અન્ય રકમ ઉમેરી તાલીમ કેન્દ્રને બદલે વૈભવી હોટલ બનાવવા એપીએમસી ચેરમેન સાથે કરાર કરતા આ સમગ્ર કૌભાંડ બહાર આવતા અને ખેડૂતો એ તપાસ ની માંગણી કરતા જિલ્લા રજિસ્ટ્રારે ઘનિષ્ટ તપાસ કરી રિપોર્ટ ગાંધીનગર મોકલ્યો હતો જેના પગલે ખેત બજાર નિયામક એ ગેરકાયદેસર હોટલ ખાલી કરવા અને ગ્રાન્ટ ની રકમ વ્યાજ સહીત પરત કરવા ચેરમેન એપીએમસી ને પત્ર  લખી સૂચના આપતા પત્ર સંદર્ભે હવે હોટલ ખાલી થાય છે કે નહિ ? ગ્રાન્ટ ની રકમ કોણ પરત કરશે ? વગેરે બાબતે ખેડૂતો માં અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે

 

(10:05 pm IST)