Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

તિલકવાડા તાલુકાના સાહેબપુરા ગામે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમા 6 ઘર બળીને ખાખ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :;નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાહેબપુરા ગામે વહેલી સવારે શોર્ટ સર્કિટ નાં કારણે આગ લાગવાની ઘટના બની હતી આગ વાયવેગે પ્રસરતા વિકરાર સ્વરુપ ધારણ કરતા 06 જેટલા ઘરો આજની લપેટમાં આવ્યા હતા જેમાં ઘર વખરી તથા અનાજ રોકડા રૂપિયા, કપાસની સાથે તમામ સામગ્રી બળીને ખાખ થઈ જવા પામી હતી

  પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના સાહેબપુરા ગામે મોટા ફળિયામાં વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગવાની ઘટના બની હતી ગ્રામ્ય વિસ્તારમાં મકાન કાચું હોવાને કારણે થોડાક ક્ષણો માં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને બાજુમાં આવેલા મકાનો પણ આગની.લપેટ માં આવતા થોડીક જ વાળમાં 06 જેટલા ઘર સળગી ઉઠયા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાન હાનિ થવા પામી નથી પરંતુ ઘરોમાં મુકેલી ઘરવખરીની સાધન સામગ્રી સાથે અનાજ રોકડા રૂપિયા તથા કપાસ સ્વાહા થઈ જતાં જેના કારણે આ તમામ પરિવારો પર આભ તુટી પડ્યું હતું .
તિલકવાડા તાલુકામાં એક જ ફાયર વિભાગની ગાડી હોય પરંતુ તે પણ બંધ હાલતમાં હોવાથી રાજપીપળા ફાયર વિભાગના ફાઇટરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા પરંતુ આગે પોતાનું રુદ્ર સ્વરૂપ પકડી લેતા 06 જેટલા ઘરો આગમાં નાશ પામ્યા હતા આ ઘટનાને પગલે તિલકવાડા પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ભારે જહેનત બાદ આગ કાબુમાં આવી હતી

 

(10:06 pm IST)