Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

અકોટા ગામના વિકલાંગ મહિલાની વાજપાઈ લોન માટે ધક્કે ચઢાવતી બેંકને ભલામણ કરવા કલેકટરને રજૂઆત

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા :રાજ્ય સરકાર અનેક યોજનાઓ અમલમાં મૂકે છે જેમાં જરૂરિયાતમંદ લોકોને તેનો લાભ મળે તેં માટે આ યોજના થકી લોકો પગભર થાય છે પરંતુ યોજનાંનો લાભ લેવા લભાથીઓ ઘણી વાર ધક્કા ખાતા જોવા મળતા હોય છે તેવો એક કિસ્સો વડોદરાનાં અકોટા વિસ્તારનાં એક વિકલાંગ મહિલાનો સામે આવ્યો જેમાં બેંક નાં અધિકારીઓ નાં કારણે આ મહિલા ધક્કા ખાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે અને આ મહિલાએ આખરે કલેકટર ને રજૂઆત કરી છે
અકોટા ગામના મહિલા નીલોફર સોએબ મલેક વડોદરા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ તેઓ જાતે દરજીકામ કરે છે જેથી રેડીમેટ ગારમેન્ટ ઉદ્યોગ માટે DIC વડોદરાથી તેમની લોન મંજૂર થઈ બેંક ઓફ ઈન્ડિયા ફતેગંજ વડોદરા મંજૂર કરી બેંક ને મોકલી હતી તેઓ પોતે પગથી વિકલાંગ છે અને તેના સર્ટી પણ સામેલ કર્યા હોવા છતાં બેંક વાળા રોજ ધક્કા ખવડાવે છે.માટે બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરને મંજૂરી માટે ભલામણ કરવા આ મહિલાએ કલેકટર ને રજૂઆત કરી છે.

(10:19 pm IST)