Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

દાહોદના ફતેપુરાના મારગાળામાં બોગસ વોટિંગના નામે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી

મારામારીમાં એક યુવકને ગંભીર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા અંતર્ગત આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાઓમાં 93 બેઠકો પર મતદાન યોજાયું હતું દરમિયાન દાહોદના ફતેપુરામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઇ હતી.

   મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરાના મારગાળામાં માથાકૂટની ઘટના ઘટી હતી. બોગસ વોટિંગના નામે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઇ હતી. આ મારામારીમાં એક યુવકને ગંભીર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો  

(12:27 am IST)