Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

નવસારીના વકીલની હત્‍યાની સોપારી શા માટે? અન્‍ય કોઇ બીજા વકીલોની હત્‍યા કરવાની હતી કે કેમ? ભારે ધમધમાટ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના મતક્ષેત્રની ઘટનાના મૂળ પહોંચવા કુમાર તોમર, શરદ સિંઘલ, રૂપલ સોલંકીના માર્ગદર્શન હેઠળ એસીપી ભાવેશ રોજિયા અને પીઆઇ જયરાજસિંહ ઝાલા ટીમના પીએસઆઇ દિગ્‍વિજયસિંહ વિગેરે ઉંધે માથે : જાહેરમાં ફાયરિંગ, પોલીસને કચડી નાખવા પ્રયાસ કરનાર યુપીના સંજય તિવારી અને મૂળ સૌરાષ્‍ટ્રના લાલા ભરવાડની સુરત ક્રાઇમ બ્રાન્‍ચની પૂછપરછઃ અનેક ભેદ ભરમ પરથી પડદો હટશે

રાજકોટ તા.૬: સુરતના ઉધનામા જાહેર ફાયરિંગ કર્યા બાદ સુરત પોલીસ કમિશનર તથા સુરત ક્રાઇમ બ્રાન્‍ચના પોતાના શહેરમાં જાહેરમાં ફાયરિંગએ પોલીસને પડકાર હોવાનું માનતા ક્રાઇમ બ્રાન્‍ચ એસીપી ભાવેશ રોજીયા અને યુવા અને તરવરિયા પીઆઇ જયરાજસિંહ ઝાલા ટીમ દ્વારા સીપી અને ડીસીપીના માર્ગદર્શન હેઠળ ઉતરપ્રદેશના સંજયતિવારી અને મૂળ સૌરાષ્‍ટ્રના ભાવનગર પંથકના લાલા ભરવાડને જાનના જોખમે ઝડપી લીધા બાદ હવે આ ગેંગ નવસારીમાં કયા વકીલની હત્‍યા કરવા સોપારી લીધેલ. સાઉથ ગુજરાતમાં બીજા કોણ કોણ ટાર્ગેટ હતા તે બાબતે સુરત ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સીપી સાથે અધિક પોલીસ કમિશનર શરદ સિંઘલ પણ એસીપી ભાવેશ રોજયા તથા પીઆઇ જયરાજસિંહ ઝાલા સાથે સતત પરામર્શ કરી માર્ગદર્શન આપી રહયા છે.

અત્રે એ યાદ રહે કે ક્રાઇમ બ્રાન્‍ચના અધિકારીઓએ પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા આ આરોપીઓને પકડવા તમામ તાકાત કામે લગાડી સુરત પોલીસ પાસે કોઇ ગુનેગારની ઓકાત નથી તે સાબિત કરવા ઝડપથી માહિતી મેળવવા સૂચના આપી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્‍ચના પીએસઆઇ દિગ્‍વિજયસિંહ રાઠોડ ટીમને ઉકત ગેંગ એક બાળ આરોપી સાથે બે લોડેડ પિસ્‍તોલ અને ૭ કારતૂસ સાથે કોઇ ગુન્‍હાને અંજામ આપવા જતી હોવાની બાતમી મળતા ખાનગી કારમાં ક્રાઇમ બ્રાન્‍ચ પહોંચી હતી.આરોપીઓ દ્વારા પોલીસની કાર પર સપોર્ટ બાઇક ચડાવી તેને કચડી નાખી નાસવા પ્રયત્‍ન કરેલ. પોલીસની કારને ખૂબ નુકશાન થવા છતા આરોપીઓને ઝડપી લેવામાં આવ્‍યા હતા.

મજૂકર આરોપીઓને યુકિત-પ્રયુકિત મુજબ પુછપરછ કરતા આરોપી સંજય ઉર્ફે સંજુ રમેશ તીવારી જણાવે છે કે ફરિયાદી જાવીદે આરોપીના ભાઇ નામે કેતન ઉર્ફે બાટા પર આશરે ૩ મહીના પહેલા પોતાના માણસો દ્વારા ચપ્‍પુ વડે કમરના ભાગે હુમલો કરાવેલ જેમા તેના ભાઇને ઇજા થયેલ જેનો બદલો લેવા જાવીદને મારવા માટે અવાર-અવાર રેકી કરેલ અને આશરે ૧૦ દિવસ પહેલા લાલા ભરવાડ નામના ઇસમે નવસારીમાં એક વકીલ પર ફાયરીંગ કરવાની સોપારી આપી બે લોડેડ પીસ્‍ટલ તેમજ જીવતા કારતૂસ આપેલ જે પોતાની પાસે હોય તેના વડે જાવીદને મારવાનો પ્‍લાન બનાવેલ અને અવાર-નવાર રેકી કરી ગઇકાલે સવારના આશરે સવારના ૧૦ કલાકે જાવીદ પોતાની ભંગારની દુકાને બેઠેલ હોય અને એકલો હોય તેના પર પિસ્‍ટલ વડે એક રાઉન્‍ડ ફાયરીંગ કરેલ. ત્‍યારબાદ નવસારી ખાતે લાલા ભરવાડે આપેલ સોપારી બાબતે વકીલ પર ફાયરીંગ કરવા નીકળેલ હતા વિગેરે મુજબની કબુલાત કરતા ફાયરીંગના ગુનાનો ભેદ ઉકેલવા પામેલ છે. ડી.સી.બી પોસ્‍ટે આર્મ્‍સ એકટનો ગુનો રજીસ્‍ટર કરી વધુ તપાસ હાથ ધરેલ છે.

(11:49 am IST)