Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

અજિતભાઇ ગણાત્રા પરિવારની દુઃખની ઘડીમાં હું સહભાગીઃ પરિમલ નથવાણી

રાજકોટ, તા., ૬: રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિ.ના કોર્પોરેટ અફેર્સ ડીરેકટર અને રાજયસભાના સભ્‍યશ્રી પરિમલ નથવાણીએ અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની શ્રીમતી વીણાબેનના અવસાન અંગે દુઃખની લાગણી વ્‍યકત કરી શ્રધ્‍ધાંજલી આપી છે.

તેમણે અજીતભાઇને પાઠવેલ શોક સંદેશમાં જણાવ્‍યું છે કે, આપના ધર્મપત્‍ની વિણાબેનના અવસાનના સમાચાર જાણી બહુ દુઃખ થયું. આપના અને સમગ્ર ગણાત્રા પરિવારની આ કપરા દુઃખની ઘડીમાં હું સહભાગી થાઉ છું અને શોક સંવેદના પાઠવું  છું. વિણાબેનના પરમ આરાધ્‍ય પ્રભુ શ્રીનાથજીને તેમજ હનુમાનજી મહારાજને પ્રાર્થના કરૂ છું કે સદ્‌ગતને પરમધામ વૈકુંઠમાં શ્રીજીના ચરણોમાં દિવ્‍ય સ્‍થાન અર્પે અને ચિર શાંતિ પ્રદાન કરે. પરમ કૃપાળુ પરમાત્‍મા દ્વારકાધીશને પ્રાર્થના કરૂ છું કે ગણાત્રા પરિવાર ઉપર આવી પડેલા આ અચાનક અને અસમાયિક દુઃખને સહન કરવાની શકિત પ્રદાન કરે. જય શ્રીકૃષ્‍ણ ...

(12:04 pm IST)