Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

અલીબાબા એક અંદાઝ અનદેખાઃ ચેપ્‍ટર ૨માં સિમસિમની શેતાની યોજનામાં શું અલી સપડાઈ જશે?

(કેતખ ખત્રી), અમદાવાદઃ સોની સબ પર પારિવારિક એન્‍ટરટેઈનર અલીબાબા- એક અંદાઝ અનદેખાઃ ચેપ્‍ટર ૨એ તેની પાવર- પેકડ વાર્તારેખા સાથે દર્શકોને જકડી રાખ્‍યા છે. તાજેતરના એપિસોડમાં અલી (અભિષેક નિગમ) સિમસિમ (સાયંતાની ઘોષ) વિશે જાણકારી મેળવવા માટે પહાડીઓમાં જાય છે. એક બાજુ અલી જાણે છે કે સિમસિમની નબળાઈ ઈબલિસ છે અને તેથી તે દરેક રીતે ઈબલિસને હાનિ પહોંચાડવા માગે છે, જેથી સિમસિમ તેની સામે આવીને અસલી ઓળખ છતી કરે.

બીજી બાજુ સિમસિમ પણ રમત રમી રહી છે. તે ઈબલિસને પરવાઝની બહાર કાઢી પોતાની ગુફામાં પાછી લઈ જવા માટે પ્રયાસ કરી રહી છે. સિમસિમ આ માટે તેની જીનીઓ સાથે સોદો કરે છે અને આખરે ઈબલિસને શું થાય છે તે ડિકોડ કરવાની રીત શોધે છે.અલીનું પાત્ર ભજવતો અભિષેક નિગમ કહે છે, આ સપ્‍તાહમાં અલી ધીમે ધીમે સિમસિમની સચ્‍ચાઈની ખોજ કરવા આગળ વધે છે તેમ સાવચેતી રાખવા માટે તે કોઈ કસર બાકી રાખવા માગતો નથી.

(3:24 pm IST)