Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

સુરત:પુણા સીતાનગર રોડ નજીક બાઇકને લકઝરી બસે ટક્કર મારતા વિદ્યાર્થીનું મોત

સુરત : પુણા સીતાનગર રોડ શનિવારે સાંજે બાઇક લઇને આટો મારા નીકળેલો વિધાર્થીની બાઇકને અજાણ્યા લકઝરી બસ ચાલકે ટક્કર મારીને ભાગી છુટયો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતા મોતને ભેટયો હતો. પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ પુણા રોજ સીતાનગર પાસે ચાંમુડા સોસાયટીમાં રહેતો ૧૫ વર્ષીય યશ મનિષ ટાંક શનિવારે સાંજે બાઇક લઇને ઓટો મારવા નીકળ્યો હતો. તે સમયે પુણા સીતાનગર તરફથી રેશ્મા સર્કલ તરફ રોડ પુરપાટ હંકારતા અજાણ્યા લકઝરી બસના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતા ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીંપજયું હતુ. જયારે યશ મુળ ગીર સોમનાથ જીલ્લામાં ઉનામાં અંજારના વતની હતો. તે પુણાની શાળામાં ધો.૯માં અભ્યાસ કરતો હતો. તે પરિવારનો એકને એક લાડકવાયો પુત્ર હતો. જેથી તેના મોતથી પરિવારજનો પર આભ તુટી પડયુ હતુ. તેના પિતા એમ્બ્રોઇડરી ખાતામાં નોકરી કરે છે. આ અંગે પુણા પોલીસે લકઝરી બસચાલક વિરુધ્ધ ગુન્હો નોધી વધુ તાપસ હાથ ધરી છે.

(6:47 pm IST)