Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ગુજરાત સરકારે રાતોરાત જંત્રીના દર બમણા કરતા સમગ્ર રાજ્યમાં મચ્યો ઉહાપોહ:અમલ ત્રણ મહિના મુલતવી રખાય તેવી જબરી ચર્ચા

ગાંધીનગરમાં બેઠકોનો દૌર શરૂ :ચોમેરથી વિરોધના સુર ઉઠતા ગુજરાત સરકાર જંત્રી મામલે વધુ એક નિર્ણય લઇ શકે: સરકાર આ મામલે ગમે ત્યારે પરિપત્ર જાહેર કરી શકે

અમદાવાદ : ગુજરાત સરકારે રાતોરાત જંત્રીના દર બમણા કરી દીધા અને અને તરત જ અમલ પણ કરી દીધો, જેને કારણે સમગ્ર રાજ્યમાં ભારે ઉહપોહ મચી ગયો. એક બાજું બિલ્ડરો સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે, બીજી બાજુ વિપક્ષને પણ વિરોધ કરવાનો વધુ એક અવસર મળી ગયો. જો કે ચોમેરથી વિરોધના સુર ઉઠતા ગુજરાત સરકાર જંત્રી મામલે વધુ એક નિર્ણય લઇ શકે છે.

  સૂત્રો દ્વારા અમાલતી માહિતી પ્રમાણે ગુજરાત સરકાર જંત્રીના નવા દરનો અમલ 3 મહિના પાછો ઠેલવી શકે છે. આ મામલે ગાંધીનગરમાં બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે. સૂત્રોએ જણાવ્યું છે કે સરકાર આ મામલે ગમે ત્યારે  પરિપત્ર જાહેર કરી શકે છે.

 બીજીતરફ અખબારી કચેરીએ પણ આ મામલે પૂછપરછના ફોન સતત રણકી રહ્યાં છે અલબત્ત આ લખાઈ છે ત્યાં સુધીમાં આવી કોઈ સત્તાવાર જાણકારી મળતી નથી

 

(7:50 pm IST)