Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

મૃત ભાઇનાં બારમાની વિધિમાં જતા મોટા ભાઈની બાઈકનો ચિત્રાવાડી પાસે અકસ્માત થતાં મોત :બનેવીનો આબાદ બચાવ

રાજપીપળા ચિત્રાવાડી ચોકડી પાસેના નાળા ઉપર રવિવારે મોડી રાત્રે મોટર સાયકલ સવારનું મોત:રાજપીપળા પોઇચા રોડનું કામ કરતા કોન્ટ્રાકટરની ભારે બેદરકારીએ આદિવાસી યુવાન મોતને ભેટતા લોકોમાં રોષ:નાળાની પાસે જ માટીના ઢગલા કર્યાં હોય યુવાનની મોટરસાયકલ ઢગલા કુદાવી નાળા પર પટકાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાથી પોઇચા તરફ જવાના માર્ગનુ કામકાજ ચાલી રહ્યુ છે રસ્તાને ચાર માર્ગીય બનાવવામા આવી રહ્યું છે ત્યારે ઠેરઠેર માર્ગનું કામકાજ કરતી એજન્સી કોન્ટ્રાકટર દ્વારા અનિયમિતતા અને નિષ્કાળજી દાખવવામાં આવતી હોવાનું જૉવા મળ્યું છે, રસ્તાનું કામકાજ કરતા કોન્ટ્રાકટરની બેદરકારીથી ગતરોજ મોડી રાત્રે એક આદિવાસી યુવાનનું મોત નિપજ્યું હોય લોકોમા રોડ કોન્ટ્રાકટર વિરુદ્ધ ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.

  બનાવની વિગત મુજબ રાજપીપળાથી પોઇચા તરફ જવાના માર્ગ રાજપીપળાથી માત્ર લગભગ બે કી. મી.ના અંતરે આવેલ ચીત્રાવાડી ચોકડી પાસેના નાળાનું કામકાજ લગભગ છેલ્લાં ત્રણેક વર્ષથી ચાલી રહ્યુ છે,આ નાળાનું કામ હજી પુરું થવાનું નામજ લેતું નથી!!! ત્યારે આ નાળાની બિલકુલ નજીકમાં જ કોન્ટ્રાકટર દ્વારા માટીના ઢગલા કરવમાં આવ્યા છે,જે ઢગલા એટલા નજીક કરવમાં આવેલ છે કે રાત્રિના સમયે વાહનોની અવરજવર ચાલુ હોય લાઈટો માં આ માટી ના ઢગલા વાહન ચાલકો ને દેખાય અને પોતાના વાહન ઉપર કાબુ મેળવી ત્યાં સુધી માતો આ ઢગલાઓ આવી જાય,અને ચાલક નાળા ઉપર પટકાય,આ સ્થળે કઇ કેટલાય વાહન ચાલકો ભટકાયા છે, જોકે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી
  ત્યારે રવિવારે રાજપીપળાથી પોતાના મૃત ભાઈના બારમાની વિધિમાં જતા મોટા ભાઈ વીરેન્દ્ર અને બનેવી સંજયભાઈ ચિત્રાવાડી ગામ ખાતે મોટર સાયકલ નંબર GJ 22 L 7825 ઉપર રાત્રિ ના સાડા આઠેક વાગ્યાના સુમારે જતી વેળા વીરેન્દ્રભાઈ સુરેશભાઈ વસાવા  ચિત્રાવાડી પાસે ના આ ભયજનક નાળા પાસે પહોંચતા સામેથી વાહન આવતાં તેની લાઈટો માં નાળા પાસે કરેલા માટીના ઢગલાઓ અચાનકજ નજીક આવી જતાં પોતાની મોટર સાઇકલ માટીના ઢગલાઓ કુદી ને નાળા ઉપર જ પટકાયો હતો જેથી તેને શરીરે માથામાં ગંભીર ઈજાઓ થતાં તેનુ મોત નિપજ્યું હતું.
    અક્સ્માતમાં પોતાનાં ગામ ના યુવાન નું મોત નિપજ્યું હોવાનું જાણવા મળતા લોકો નાં ટોળા એકઠા થયા હતા,અને રસ્તાનું કામ કરતા કોન્ટ્રાકટરની બેદરકારીથી અક્સ્માત સર્જાયો હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી અને આદિવાસી યુવાન જે અક્સ્માત માં મોત ને ઘાટ ઉતર્યો છે તેના પરીવારજનો ને વળતર ચૂકવવામાં આવે એવી લોકમાંગ પણ ઉઠી રહી છે.

 

(10:27 pm IST)