Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

નર્મદા વનવિભાગના સામાજીક વનીકરણ-કેવડિયા રેન્જ અને અનુપમ મિશન આણંદના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

દેવલીયા ખાતે યોજાયેલા કેમ્પનો આસપાસના ગામોમાંથી ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા વન વિભાગ (સામાજિક વનીકરણ)- કેવડિયા રેન્જ અને અનુપમ મિશન- આણંદના સંયુક્ત ઉપક્રમે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં પ્રાથમિક શાળા દેવલિયા ખાતે સર્વરોગ નિદાન માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. 

 ઉક્ત કેમ્પનો આસપાસના ગામોમાંથી અંદાજે 300 કરતાં પણ વધુ દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં સ્ત્રી રોગ, બાળ રોગ, જનરલ ફિઝિશિયન, નાક- કાન- ગળાના ડોક્ટર, ચામડીના સહિત સર્વ રોગોની તપાસ અને નિદાન નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવ્યું હતું.  
  એકદિવસીય નિઃશુલ્ક નિદાન-સારવાર કેમ્પમાં નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ) મિતેશભાઇ પટેલ, તિલકવાડા તાલુકાના મેડિકલ ઓફિસર ડો.સુબોધ, અનુપમ મિશન આણંદના હિતેશભાઈ,મણીભાઈ, ડો. વનરાજસિંહ, તિલકવાડા તાલુકાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે. એ. સોલંકી, આરોગ્ય વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ તેમજ વન વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

 

(10:29 pm IST)