Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

કેવડીયા ન્યુ ગ્રાંડ બી આર જી હોટેલમાં આવી કર્મચારીને તીક્ષ્ણ હથિયાર મારી ઇજા કરનાર સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે આવેલી ન્યુ ગ્રાંડ બી આર જી હોટેલનાં સ્ટાફને તીક્ષ્ણ હથિયાર મારી ઇજા કરતા ફરિયાદ નોંધાઇ છે

  મળતી માહિતી અનુસાર મનોજસિંઘ કિશનસિંઘ બિસ્ટ ( રહે. ન્યુ ગ્રાંટ બી આર જી હોટલ કેવડિયા કોલોની )એ આપેલી ફરિયાદ મુજબ તેઓ ન્યુ ગ્રાંડ બી આર જી હોટેલના રસોડામા ભોજનની તૈયારી કરતો હતો તે વખતે નિકુંજભાઈ તડવી તથા તેના બે મિત્રો સાથે આવી તેની સાથે જુની ઝગડાની અદાવત રાખી તુ મોટો દાદો છે તેમ કહી નિકુંજ એ પાછળથી માથામા પાછળના ભાગે છરી જેવા તિક્ષ્ણ હથીયાર વડે મારી ઈજા કરી તથા બીજા ઈસમો તેના હાથમા પહેરેલ કડા વડે માથના ભાગે માર મારી તથા ત્રીજા ઈસમે શરીરે ગડદા પાટુનો માર મારી ત્રણેય એ ગાળો બોલી જાન મારી નાખવાની ધમકી આપી ગુનો કરતા કેવડીયા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

 

(10:32 pm IST)