Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ગાડીત ગામ પાસે પાર્ક કરેલી બે બાઇકને ટ્રકે પલ્ટી ખવડાવી અડફટે લેતાં બાઈકોનો ખુરદો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:  નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગાડિત ગામ પાસે બે બાઇકને ટ્રકે અથાડી નુકશાન કરતા ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ દાખલ થઈ છે

  મળતી માહિતી અનુસાર શિવાભાઇ પુજાભાઇ વસાવા( રહે.વાસી-માંડણ તા.નાંદોદ જી.નર્મદા )નાંઓની ફરિયાદ મુજબ તેઓ ગાડીત ગામે રોડની બાજુમાં આવેલ દુકાને મરઘીનું મટન લેવા માટે ગયેલ અને દુકાની બાજુમાં પોતાની મો.સા પાર્ક કરેલ તેમની બાજુમાં બીજી એક મો.સા. પણ પાર્ક કરે હતી તે વખતે રાજપીપલા થી મોવી તરફ જવાના રોડ ઉપર એક બાર છક્કા ટ્રક નં. CG-07-CA-9603 નો ચાલક પોતાની ટ્રક પુરઝડપે હંકારી લાવી સ્ટ્રેરીંગ ઉપરનુ કાબુ ગુમાવી દેતા મો.સા.નં. GJ-16- 0283 તથા બાજુમાં પડેલ બીજી મો.સા નં. GJ-22-32 ઉપર પોતાની કબ્જાની ટ્રક પલ્ટી ખવડાવી બંને મો.સા. સાથે એકસીડંટ કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.

(10:38 pm IST)