Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

વિદેશી મહિલાનું ટ્રેનમાં પર્સ રહી ગયુ: ભુજના યુવકે પરત કરતા ભાવુક બની : કહ્યું - ભારત સાચે જ એક સુંદર દેશ છે

મહિલા વાયરલ વીડિયોમાં ચિરાગને તેની મદદ માટે કેટલાક પૈસા પણ આપે છે, જે ચિરાગ લેવાનો ઇનકાર કરી દે છે.

અમદાવાદ :સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વિદેશી મહિલાનું ટ્રેનમાં પર્સ રહી ગયુ હતુ જે ભૂજના એક યુવકને મળ્યુ હતુ. યુવક ઇંસ્ટાગ્રામ દ્વારા સંપર્ક કરીને મહિલાને પર્સ લેવા માટે બોલાવે છે

મદદ કરનારા યુવકનું નામ ચિરાગ છે, જે ભૂજમાં રેસ્ટોરન્ટ ચલાવે છે. જ્યારે મહિલા પોતાના પતિ સાથે પર્સ લેવા ગઇ તો પર્સ મેળવીને ભાવુક બની ગઇ હતી.

 વીડિયોમાં દેખાઇ રહેલુ દંપત્તિ અમેરિકાનું છે, જે ભારતમાં ફરવા માટે આવ્યુ હતુ. બન્ને યૂ ટ્યુબર છે. મહિલા વાયરલ વીડિયોમાં ચિરાગને તેની મદદ માટે કેટલાક પૈસા પણ આપે છે, જે ચિરાગ લેવાનો ઇનકાર કરી દે છે. વીડિયોમાં મહિલા કહે છે કે તેને ભારત અંગે ઘણી નકારાત્મક વાતો સાંભળી છે પરંતુ અહી તો બધુ સકારાત્મક છે, તેના પતિ વીડિયોમાં કહે છે કે ભારત સાચે જ એક સુંદર દેશ છે.

 

(11:13 pm IST)