Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

રાજપીપળાના નર્મદા ડાયગ્નોસ્ટીક્સ સેન્ટર દ્વારા HRCTના દરમાં રૂા ૫૦૦ નો કરાયેલો ઘટાડો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સિવિલ હોસ્પિટલ સામે આવેલા વિજય પ્રસૃતિગૃહ ખાતે કાર્યરત નર્મદા ડાયગ્નોસ્ટીક્સ સેન્ટર ખાતે હાલની પરિસ્થિતિમાં કોવિડ-૧૯ ના પરિક્ષણ માટે HRCT  થતાં હોય છે.આ HRCT નો ચાર્જ આ સેન્ટર દ્વારા પેશન્ટ પાસેથી અગાઉ રૂા.૩,૦૦૦ લેવામાં આવતો હતો. જે અંગે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરાયેલા પ્રયાસોથી આ સેન્ટરના તબીબ,સંચાલક તરફથી તેમાં રૂા.૫૦૦ નો ઘટાડો કરી જરૂરી સહયોગ આપેલ છે. હવે પછી પેશન્ટ પાસેથી ફક્ત રૂા.૨૫૦૦ નો જ ચાર્જ લેવામાં આવશે. આ સિવાય આ સેન્ટર તરફથી વધારાનો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી અને દરેક પેશન્ટને તે બાબતની રસીદ આપવામાં આવશે તે બાબતની લેખિત જાણ નર્મદા જિલ્લા આરોગ્યતંત્રને આ સેન્ટર તરફથી કરવામાં આવી છે જેની જાહેર નોંધ લેવા વિનંતી છે.

(11:14 pm IST)