Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

અમદાવાદમાં કોરોના ધીમો પડ્યો :પ્રથમ વખત ICU અને ઓક્સિજનના બેડ 350થી વધુ ખાલી

ડેઝિગ્નેટેડ 182 ખાનગી હસ્પિટલમાં 171 બેડ ખાલી: 212 નર્સિંગ હોમમાં 133 બેડ અને સિવિલમાં 20 બેડ ખાલી છે

અમદાવાદ: શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે આજે બીજી લહેરમાં પ્રથમ વખત ICU અને ઓક્સિજનના બેડ 350 કરતા વધુ ખાલી રહેતા સ્થિતિ થોડીક સુધરી રહી હોવાનું લાગી રહ્યું છે. Ahmedabad ICU Beds

હાલ અમદાવાદમાં ઑક્સિજન અને ICU બેડની સ્થિતિ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં 12 બેડ ખાલી છે. જ્યારે વી એસ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ તેમજ એલ.જી હોસ્પિટલમાં કોઈ બેડ ખાલી નથી.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટેડ 182 ખાનગી હસ્પિટલમાં 171 બેડ ખાલી છે. જ્યારે 212 નર્સિંગ હોમમાં 133 બેડ ખાલી છે. આ સિવાય સિવિલ હોસ્પિટલમાં 20 બેડ ખાલી છે. જ્યારે ESIC હોસ્પિટલમાં 7 બેડ ખાલી છે. આમ ટોટલ 354 બેડ ખાલી છે. અમદાવાદમાં ICU અને ઓક્સિજનના 9,602 બેડ છે. જેમાંથી 9,248 બેડ ભરેલા છે જ્યારે હવે 354 બેડ ખાલી છે.

(9:14 am IST)