Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

GSTની તિજોરી ભરવા ફલાયિંગ સ્કવોડને ટાર્ગેટ અપાતા વેપારીઓ હેરાન-પરેશાન

ઇ-વે બિલમાં ટ્રક-મોબાઇલ નંબર કે સરનામાની નાની ભૂલ માટે કરાતો દંડ : અમદાવાદને મહેસાણાની કચેરીને ૧૮ કરોડ તથા વડોદરા ૨૭ને સુરતને ૨૭ કરોડના ટાર્ગેટ અપાયે

અમદાવાદ,તા. ૬: કોરોનાને કારણે વેપાર ધંધાઓ ઠપ થઈ ગયા છે, ત્યારે ગુજરાત સરકારના ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ વિભાગના કમિશનર જે.પી. ગુપ્તાએ ફ્લાયિંગ સ્કવોડ મારફતે વર્ષે રૂ. ૨૪૮ કરોડથી વધુ રકમ એકત્રિત કરવાના ટાર્ગેટ આપીને વેપારીઓની પરેશાની વધારવા માંડી છે. ફલાયિંગ સ્કવોર્ડને ઇ-વે બિલમાં જરા સરખી ભૂલ મળે તો તે વેપારીઓના ટ્રક અટકાવીને બેસી જાય છે. તેમ જ તેમના ટ્રક ઘણી વાર પંદરથી વીસ દિવસ સુધી છોડતા નથી. પરિણામે વેપારીઓને ભારે નુકસાન સહન કરવા પડી રહ્યા છે.

આમેયવેપારીઓને ઈ-વે બિલમાં નાની નાની ભૂલ બતાવીને ગુડસ એન્ડ સર્વિસ ટેકસના અધિકારીઓ કનડતા હોવાની ફરિયાદો કોર્ટ સુધી પહોંચી પણ છે. અમીરગઢ, શામળાજી ચેકપોસ્ટપરઈ-વે બિલ હોય અનેમાલનું બિલ હોય. ૫૦,૦૦૦થીવધુનો માલ હોયતો ઇ- વેં બિલ ફરજિયાત છે.ચેક પોસ્ટનાઅધિકારીએ બિલ અને ઈ-વે બિલચેક કરી શકે છે. બિલ પ્રમાણેનો માલ ગાડીમાં છે કેનહિતે જચેક કરવાનું હોયછે. બિલ પ્રમાણેનો માલ હોયતો તેજતો કરવો પડેછે. માલ મોકલનારેખરીદ કર્યો હોય તે વેપારીના ક્રિડેન્શિયલ અયોગ્ય લાગે તો તેવા સંજોગોમાં તેઓ ટ્રકને રોકી લે છે. કાપડનું બિલ હોય અને લોખંડલઈ જતો હોય તો તે ટ્રક જપ્ત કરી શકે છે. કવોન્ટીટી વધ હોય તો પણ રોકી શકે છે.

જીએસટીએકટની કલમ ૬૮ અનેનિયમ નંબર૧૩૮ (એ) મુજબ બિલ અનેઇ-વે બિલ હોય તો ચેકપોસ્ટના અધિકારીને તેનાથી આગળ કોઈ એકશન લેવાની સત્ત્।ા નથી. હા, તેટ્રકનું ફિઝિકલ વેરિફિકેશન કરી શકે છે. આ સિવાયની કોઈપણ બાબતમાં ગાડી રોકવાની સત્ત્।ા તેમને નથી. વેપારી શંકાસ્પદ લાગે તો જે તે અધિકારીના કાર્યક્ષેત્રમાં આવે તેને જાણ કરીને તેની ચકાસણી કરી લેવાનીસૂચના આપવાની હોય છે. ફલાયિંગ સ્કવોડના અધિકારીઓ તેનાથી આગળ કશુ જ કરીશકતા નથી. પરંતુ તેઓ વેચનારના ક્રિડેન્શિયલ સારા નથી તેમ જણાવી ગાડી રોકી લે છે. આ રીતે વેપારીઓને હેરાન કરે છે. હવે ટાર્ગેટ આપ્યા હોવાથી આ  હેરાન ગતિ વધવાનો ભય વેપારીઓને લાગી રહ્યો છે.

તેઓ કલમ૧૨૯ અને૧૩૦ બંને કલમો એકસાથે લગાવે છે. કાયદાકીય દ્રષ્ટિએ આ બંને કલમો કાયદેસર એક સાથે લાગુ કરી શકાતી નથી. કલમ ૧૨૯માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ માલની કિંમત વત્ત્।ા જીએસટીના દરપ્રમાણેનું બિલ હોય તો પણ ગાડી જપ્ત કરે છે, એમ,ઓ.વી. ૬માં નોટિસ આપે છે. માલની કિંમત વત્ત્।ા ટેકસ ઉપરાંત ટેકસ જેટલી જ પેનલ્ટી લગાડે છે. સાત દિવસનો સમય આપે છે. સાત દિવસમા ંટેકસ ન ભરે તો ૧૩૦ની કાર્યવાહી કરે છે. કલમ ૧૩૦ હેઠળ કાર્યવાહી કરે તો ટેકસ, ટેકસ જેટલી જ પેનલ્ટી, જપ્તી કરતાં ત્રીજીવાર ટેકસ જેટલી પેનલ્ટી લગાડે છે. આ સ્થિતિ અસહ્ય છે. વેપારીને માલ રાખવાનું મોટિવેશન પણ રહેતું નથી. આ  રકમ ન ભરે ત્યાં સુધી માલ અને ટ્રક બંને પકડી રાખે છે. તેને માટે હાઈકોર્ટમાં કેસ કરવાનીફરજપડેછે. આ કેસ ન કરવામાટે કરપ્શનના નાણાં માગે છે.

મોબાઈલ સ્કવોડને આપેલા કલેકશનના ટાર્ગેટ

ઝોન

ટાર્ગેટ (રૂ. કરોડમાં)

મહેસાણા

રૂ. ૩૪.૫૦

અમદાવાદ

રૂ. ૧૮.૦૦

ગાંધીનગર

રૂ. ૩૩.૦૦

વડોદરા

રૂ. ૨૭.૦૦

સુરત

રૂ. ૬૯.૦૦

ભાવનગર

રૂ. ૧૨.૦૦

રાજકોટ

રૂ. ૩૪.૮૦

(10:29 am IST)