Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

વલસાડ : પતિએ પત્નીને કાઢી મુકતાં 181 એ સમાધાન કરાવી આપ્યું

181 અભયમ મહિલા હેલ્પ લાઇનની મદદ માંગતા 181ની ટીમ ત્યાં પહોંચી હતી અને પતિ તેમજ પત્નીને પણ કાઉન્સિલીંગ કરી બંને વચ્ચે સમાધાન કરાવી દીધું

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડમાં 3 પુત્રીઓના માતા પિતા વચ્ચે ઝગડો થયો હતો. જેમાં પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મુકી હતી. આધેડ વયે પત્નીને કાઢી મુકતા તેણે 181ને ફરિયાદ કરી હતી. જેના પગલે 181 અભયમની ટીમે ત્યાં જઇ બંને વચ્ચે સમાધાન કરાવી આપ્યું હતુ. વલસાડમાં ભંગારના ધંધા સાથે સંકળાયેલા એક દંપત્તિ વચ્ચે ગત રોજ ઝગડો થયો હતો. તેમના લગ્નને 30 વર્ષનો સમયગાળો થઇ ગયો હતો. ત્યારબાદ પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મુકી હતી. પત્નીએ પતિ પાસે ધંધાનો હિસાબ માંગતા તેણે કાઢી મુકી હતી. આ મામલે પત્નીએ 181 અભયમ મહિલા હેલ્પ લાઇનની મદદ માંગતા 181ની ટીમ ત્યાં પહોંચી હતી અને પતિ તેમજ પત્નીને પણ કાઉન્સિલીંગ કરી બંને વચ્ચે સમાધાન કરાવી દીધું હતુ.

(10:32 am IST)