Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

વલસાડ નજીક હાઇવે પરથી રૂ. 87,800ના દારૂ સાથે પોલીસકર્મી પકડાયો

જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ એલસીબી પીઆઇ જે. એન. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના એએસઆઇ રૂપસિંગ નંદરિયા, કોન્સ્ટેબલ હરદેવસિંહ, આશિષભાઈ અને યોગેશભાઈ હાઇવે પરથી પોલીસકર્મીની દારૂ સાથેની કાર પકડી પાડી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :દમણથી વલસાડમાં દારૂની હેરાફેરી થતી હોય એલસીબી પોલીસ સતત નાકાબંધી કરતી હોય છે. જેમાં ગત રાત્રે પોલીસે એક ભરૂચના પોલીસકર્મીને જ રૂ. 87,800ના દારૂના જથ્થા પાસે પકડી પાડ્યો હતો. જેની સાથે પોલીસે તેની સાથે સવાર તેની પત્નીની પણ અટકાયત કરી હતી. વલસાડ ડીએસપી ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ એલસીબી પીઆઇ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના એએસઆઇ રૂપસિંગ નંદરિયા, કોન્સ્ટેબલ હરદેવસિંહ, આશિષ અને યોગેશે હાઇવે પર ચેકિંગ હાથ ધર્યું હતુ.

 એ દરમિયાન તેમણે વાપીથી આવતી એક કાર નં. જીજે16-સીબી5412 ને અટકાવી તેની જડતી લેતાં તેમાંથી એક પોલીસકર્મી દિપક રમણ પરમાર ઉતર્યો હતો. તે ભરૂચ એસપી ઓફિસમાં રજિસ્ટ્રી શાખામાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતુ. આ સાથે તેની પત્ની મમતાબેન અને 6 વર્ષનું બાળક પણ હતુ. પોલીસે તેની કાર તપાસતા તેમાંથી દારૂ અને બિયરની રૂ. 87,800ની બોટલો મળી આવી હતી. આખો પોલીસ પરિવાર બુટલેગરના રોલમાં આવી જતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. એલસીબીએ આ સંદર્ભે વલસાડ રૂરલ પોલીસ મથકે ભરૂચના પોલીસકર્મી દિપક અને તેની પત્ની મમતા વિરૂદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:16 pm IST)
  • ત્રણ લોકસભા અને આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ મુલતવી રહી કોરોના મહામારીની બીજી લહેરને કારણે ચૂંટણી પંચે દાદરા નગર હવેલી સહિત ત્રણ લોકસભાની અને આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ હાલ પૂરતી મુલતવી રાખેલ હોવાનું જાહેર કરેલ છે. access_time 9:36 pm IST

  • બંગાળના CM બન્યા બાદ તરત મમતા બેનર્જીની કોરોના પર મોટી બેઠક : લાગુ પાડ્યાં નવા પ્રતિબંધો : આવતીકાલથી લોકલ ટ્રેન બંધ રાખવાનો નિર્ણય : શોપિંગ કોમ્પલેક્સ, જિમ, સિનેમા હોલ, બ્યુર પાર્લર, પૂલ બંધ access_time 11:53 pm IST

  • આજે ફરી રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના એ ફુંફાડો માર્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 526 અને ગ્રામ્યના 169 કેસ સાથે કુલ 695 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:57 pm IST