Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

પરંપરાગત કેપને બદલે બળબળતા બપોરે આંખ અને ચહેરાનું રક્ષણ કરતી કેપ પહેરવા માટે મંજુરીની મહોર

કોરોના મહામારીથી લોકોને બચાવવા જાનના જોખમે ફરજ બજાવતા પોલીસ સ્ટાફની રક્ષા માટે આશિષ ભાટીયા દ્વારા મહત્વના નિર્ણયો જાહેર : સમગ્ર ગુજરાતના પોલીસ સ્ટાફને નિષ્ણાંત તબીબ માર્ગદર્શન મળી રહે તે માટે પણ મુખ્ય પોલીસ વડાના સુચનથી ખાસ હેલ્પ લાઇન કાર્યરત : એડી. ડીજીપી નરસિહમા કોમાર સાથે 'અકિલા'ની વાતચીત

રાજકોટ તા.૬ : કોરોના મહામારીમાં લોકો ઘરમાં રહી અને પોતાના અને પરિવારના જીવનાં જોખમને ટાળે તે માટે  રાઉન્ડ ધ કલોક અને ખાસ કરીને બળબળતા બપોરે ફરજ બ્જવતા પોલીસ સ્ટાફ અને પીએસઆઈ સુધીના સ્ટાફ માટે રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા આવા સ્ટાફ માટે માનવીય અભિગમ અપનાવી સ્ટાફની સ્કિન અને ખાસ કરીને તેમની આંખોનું રક્ષણ થાય તે માટે મહત્વનો નિર્ણય કરી ખાસ પ્રકારની કેપ માટે મંજૂરી આપતા પોલીસ સ્ટાફ,ટ્રાફિક પોલીસ તથા એસઆરપી જવાનોમાં હર્ષની લાગણી ફેલાઇ ગઇ છે.            

ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં ગુજરાત પોલીસના પ્લાનિંગ અને મર્ડરાઇઝેશન વિભાગના એડી.ડીજીપી અને મુખ્ય પોલીસ વડા સાથે ખભે ખભા મિલાવી હાલની પરિસ્થિતિમાં પોલીસ સ્ટાફને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે ડીજીપી સાથે સતત વિચાર વિમર્શ કરી મુખ્ય પોલીસ વડા દ્વારા મંજૂરીની મોહર લાગે તુરત અમલવારી માટે સતત તત્પર નરસિંહમા કોમરે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કોરોના ની પ્રથમ લહેર વખતે પણ પોલીસ સ્ટાફના રક્ષણ માટે આવો નિર્ણય કરેલ,જે સફળ રહેતા બીજી લહેર વખતે પણ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે , ઉકત બાબતે તેવો દ્વારા વિશેષમાં એમ જણાવેલ કે, તેવો દ્વારા આવા પ્રકારની ખરીદી સ્થાનિક લેવલે જરૂરિયાત મુજબ કરવામાં આવશે તેમ પણ જણાવેલ.

કોરોના મહામારીમાં પોલીસ સ્ટાફ ખૂબ મોટા પ્રમાણમાં સંક્રમિત થવા સાથે જીવ પણ ગુમાવ્યા છે તેવા સંજોગોમાં રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા પ્રથમ મર્યાદીત સ્ટાફને મળતી તબીબી નિષ્ણાત સેવાઓનું ફલક વિસ્તારી દેવાયું છે, ટેલિ મેડિસન નામની સ્વૈચ્છિક સંસ્થાની મદદથી ફલક વિસ્તારવામાં આવ્યું છે, આખા ગુજરાતના પોલીસ સ્ટાફને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, તેવોએ એમ પણ જણાવેલ કે, આ માટે ખાસ હેલ્પ લાઈન નંબર પણ આપવામાં આવ્યા છે,ઉકત સંસ્થા પાસે નિષ્ણાત અને અનુભવી ટીમ છે, આ સંસ્થા દ્વારા સેવા માનદ આપવામાં આવે છે.

હાલમાં પણ કોવીડ-૧૯ સંક્રમણની બીજી લહેરમાં રાજયના ર૯ જેટલા શહેરોમાં નાઇટ કરફયુ અને આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાયના વેપાર ધંધા બંધ રાખવા રાજય સરકારે નિર્ણય લીધેલ હોઇ આ નિર્ણયના સુચારૂ અમલીકરણ માટે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને ફરજ પર તહેનાત કરવામાં આવેલ હોઇ. હાલની અસહ્ય ગરમીથી રાહત મેળવવા માટે બંદોબસ્તની ફરજ પરના પોલીસ કર્મચારીઓ/ એસ. આર.પી. જવાનો, ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા જવાનો અને પો.રાઇ.કક્ષા સુધીના દરજજો ધરાવતા કર્મચારીઓને વુલન બેઇઝવાળી બેરેટ કેપના બદલે નેવી બ્લ્યુ અથવા ખાખી કલરની ગુજરાત પોલીસના લોગો સહિતની Military Cap (Round Cap with (lap in the front) કેપનો ઉપયોગ કરવા તા. ૩ ૧-૦૭-ર૦ર૧ સુધી છુટ આપવામાં આવે છે.

(3:14 pm IST)