Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના જેલ સ્ટાફ અને પરિવારની શનિ, રવિ મેડિકલ ચકાસણી માટે ખાસ કેમ્પો યોજાશે

જેલ ફોજના સેનાપતિ એવા સુપ્રિ. રોહન આનંદ સહિત જેલરો, સિપાહી સંક્રમિત, પરિવાર માટે પણ ખતરો ઝળુંબી રહ્યા હોવાથી તાકીદનું પગલું : કેદીઓનો જીવ બચાવવા ગુજરાત દ્વારા થયેલ કામગીરીની રાષ્ટ્રીય લેવલે નોંધ : બચાવ કામગીરી કરનારા તથા તેના પરિવારની રક્ષા મારી જવાબદારી છે, ગુજરાત જેલ વડા ડો. કે.એલ.એન.રાવ સાથે 'અકિલા'ની વાતચીત

રાજકોટ,તા.૬: કોરોના મહામારીમાં પોલીસ તંત્ર સાથે ગુજરાતના વિવિધ જેલો અને તેમની કાળજી લેતી જેલ સુપ્રિથી માંડી જેલ સિપાઇ સુધીની ટીમ પર્ પણ કોરોના ખતરો ઝળુંબી રહ્યો છે તે બાબત ધ્યાને લઈ શનિ રવિ ગુજરાતભરના જેલ સ્ટાફ અને તેના પરિવાર માટે મેડિકલ કેમ્પનું આયોજન રાજકોટ સહિત સમગ્ર રાજયમાં કરવામાં આવ્યું છે.            

જેલ કેદીઓ અને જેલ સ્ટાફને બચાવવા માટે પ્રથમ લહેરથી જ જાગૃતતા રાજયના જેલ વડા ડો. કે.એલ.એન.રાવ દ્વારા ફટાફટ પગલા લેવાયા હતા.આને કારણે દેશભરની જેલો કરતા ગુજરાત જેલમાં ઓછામાં ઓછી અસર થયેલ જેની નોધ ડીજીપી અને ગૃહ મંત્રાલય સાથે  રાષ્ટ્રિય લેવલે લેવામાં આવી હતી.    

 આગમચેતી માટે અનેક આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ કરવા સાથે જેલ કેદીઓ અસર થયેલ. સ્વાભાવિક રીતે આવા કેદીઓની કાળજી લેવા જતા જેલારો,જેલ સિપાહી, અને અમદાવાદ સાબરમતી જેલના સુપ્રિ.રોહન આનંદને અસર થયેલ,એ બધી બાબતો ધ્યાને લય પોતાના સ્ટાફ તથા તેમના પરિવરજનોને કોઈ રોગની અસર હોય તો અત્યારથી જ સારવાર કરી શકાય તે માટે આ પ્રકારનો નિર્ણય થયાનું ગુજરાતના જેલ વડા ડો. કે.એલ.એન.રાવ દ્વારા 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

(3:55 pm IST)