Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક: ઓઢવમાં કારના ડ્રાઈવર સહીત ત્રણ નિર્દોષ યુવકોને તીક્ષ્ણ હથિયારના ઘા જીકી લૂંટ ચલાવનાર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં લૂખ્ખા તત્વો બેફામ બનીને જાહેરમાં લૂંટ, હત્યાને અંજામ આપી રહ્યા છે. મંગળવારે મોડી રાતે ઓઢવ સોનીની ચાલી પાસે કારના ડ્રાઇવર સહિત ત્રણ નિર્દોષ યુવકોને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને રોકડ રૃા. ૧૨ હજાર તથા મોબાઇલ સહિત કુલ રૃા. ૧૮,૦૦૦ની લૂંટ ચલાવીને આરોપીઓ નાસી ગયા હતા. ઓઢવ પોલીસે લૂંટનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ઓઢવ  પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.જી.જાડેજાના જણાવ્યા મુજબ બાપુનગરમાં સોનીની ચાલી પાસે જનતાફાય હોટલમાં રહેતા અને બોલેરો પીકઅપમાં ડ્રાઇવિંગ કરતા અમનખાન બાબુખાન પઠાણ તથા ક્લીનર રમઝાન ખાન બન્ને ગઇકાલે રાતે ૧૧.૩૦ વાગે સાણંદના કોલાટ ગામે જતા હતા સમયે સોનીની ચાલી પાસે ડિઝલ પુરાવવા માટે ઉભા હતા જ્યાં ગાડી પાછળ ત્રણ લોકો તકરાર કરી રહ્યા હતા જેથી ફરિયાદીએ તકરાર કરવાની ના પાડીને સમજાવવા જતાં તુ વચ્ચે કેમ બોલે છે કહી ફરિયાદી સાથે તકરાર કરી હતી અને એકદમ ઉશ્કેરાઇ જઇને ચાકુથી હુમલો કર્યો હતો સમયે ક્લીનર વચ્ચે પડતાં તેના ઉપર પણ હુમલો કર્યો હતો સમયે ક્લીન રમઝાન નો મિત્ર આલમખાન આવતા તેને પણ ચાકુના ઘા મારીને આરોપીઓ ફરિયાદીનો  રૃા. ૬૦૦૦ મોબાઇલ તથા રોકડા રૃા. ૧૨,૦૦૦ મળી કુલ ૧૮,૦૦૦ની  લૂંટ ચલાવીને નાસી ગયા હતા.

(5:17 pm IST)