Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

વડોદરાના પાદરા વિસ્તારમાં શારીરિક સંબંધ બનાવવવાની લાલચ આપી ભેજાબાજે 4.71 લાખ પડાવી લેતા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં

વડોદરા:સેક્સ માણવાની ઓફર આપી પરિવારની મહિલા દીકરીઓના નગ્ન ફોટા એડીટીંગ કરી બ્લેક મેઇલિંગ કરી ઓનલાઇન 4.71 લાખ ઉપરાંતની રકમ પડાવી લેવાનો બનાવ પાદરા પોલીસ મથકે નોંધાયો છે ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે

પાદરા ગામે રહેતા જીતેન્દ્ર કુમાર પટેલ ખાનગી કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેમના મોબાઈલ ઉપર અજાણ્યા વ્યક્તિએ ફોન કરી હતું કે સેક્સ માણવો હોય તો અઢીસો રૂપિયા ગુગલ પે થી ચૂકવવા પડશે જેથી જીતેન્દ્રભાઈએ 250 રૂપિયા ચૂકવ્યા બાદ ફરી 42876 રૂપિયા ની માંગ કરી હતી. અને જો પેમેન્ટ નહીં કરો તો તેમની ફેમિલી ના ફોટાઓ વાયરલ કરી દેવાની ધમકી આપી હતી ત્યારબાદ જીતેન્દ્ર ભાઈના વોટ્સએપ ઉપર તેમની વાઈફ, દીકરી, ભાભી અને ભાણીના એડિટિંગ કરી નગ્ન ફોટા મોકલ્યા હતા. જે વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપતા ગભરાયેલા જીતેન્દ્રભાઈ ટુકડે ટુકડે તેમજ ઉછીના પાછીના કરી 4,71,601 રૂપિયા ઓનલાઈ ચૂકવ્યા હતા. રૂપિયા ખૂટી જતાં  અંતે તેઓએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

(5:32 pm IST)