Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

વડોદરા શહેરના ઉંડેરામાં રહેતા પિતરાઈ ભાઈને રહેવા મકાન આપવું વિકલને ભારે પડ્યું: 6.36 લાખથી વધુનો સામાન બારોબારો વેચી છેતરપિંડી આચરવામાં આવતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના ઉંડેરા ખાતે રહેતા હિતેન્દ્રભાઇ દેસાઇ વકીલાત ના વ્યવસાય સાથે સંકળાયેલા છે કોઈની ખાતે નીલકંઠ આશરે નામની સોસાયટીમાં તેમણે મકાન ખરીદ્યું હતું જે મકાન તેમના પિતરાઇ ભાઇ વિજયભાઈ ( રહે - આઈ પી સી એલ , ઉંડેરા) ને રહેવા માટે આપ્યું હતું ત્રણ મહિના બાદ તેઓ મકાન ખાલી કરી વિજયભાઈ તેઓના વડીલોપાર્જિત અન્ય મકાનમાં રહેવા માટે જતા રહ્યા હતા. જોકે મકાનની ચાવી બે વર્ષથી વિજયભાઈ પાસે જ હતી.

દરમિયાન હિતેન્દ્રભાઈ ને મકાન ભાડે થી  આપવું હોય ઘર ની ચકાસણી કરવા પહોંચ્યા હતા તે વખતે ઘરની આગળ પાછળનો લોખડનો દરવાજો , ટીવી શોકેસ  ,પીઓપીમાં નાખેલી એલઇડી લાઇટો, પંખા, રસોડાના કબાટના લાકડાના દરવાજા , રસોડામાં લાગેલી ચીમની , પતરાનો શેડ , ફર્નિચર નું કબાટ , ડ્રેસિંગ કબાટ, નળ, તમામ દરવાજા, લોખંડ ની સીડી, ધાબા પર મુકેલી પાણી ની ટાંકી, શાવર, વોશ બેસીન, અને એસી  ગાયબ હતું. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વિજયભાઈએ ઘરનો સામાન કાઢીને આસપાસ રહેતા મકાન માલિકોને વેચી દીધો હતો.

(5:32 pm IST)