Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ભરૂચ પોલીસ જવાન ને વલસાડ એલ સી બી ટીમે દારૂ નાં જથ્થા સાથે ઝડપી લીધો

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા )વાપી : વલસાડ એલ સી બી પોલીસને બાતમી મળી હતી કે દમણથી એક કાર નંબર. જી જે ૧૬સી બી / ૫૪૧૨ માં દારૂ નો જથ્થો ભરી ઍક પરીવાર નીકળ્યું છે.
  આ બાતમી નાં આધારે પોલીસે ધમડાચી પાસે ચેકીંગ હાથ ધર્યું હતુ, આ દરમ્યાન ઉપરોકત નંબર ની કાર નજરે પડતાં એને અટકાવી ચેકીંગ કરતાં કાર ની ડિકી માંથી ૨૨૬ નંગ દારૂ ની બોટલો મળી આવી હતી.
  કાર ચાલક નું નામ દીપક પરમાર છે જે ભરૂચ મા પોલીસ જવાન છે. તથા પોલીસ લાઇન માં રહેતો હોવાનું ખુલ્યું છે. દીપક પત્ની સાથે દમણ ફરવા આવેલ અને અંહી થી દારૂ ભરી ભરૂચ જતી વેળા એ પોલીસ નાં હાથે ઝડપાય ગયેલ છે
  પોલીસ એ દારૂ નો જથ્થો, કાર સહિત નો રૂપિયા.૬.૨ લાખ નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

(6:42 pm IST)