Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

કોરોનાની સારવાર અને નિયંત્રણ માટે દરેક ધારાસભ્યોએ ઓછામાં ઓછા 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવી પડશે

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય લેવાયો

અમદાવાદ : મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારના અદ્યતન સાધનો-મશીનરી ખરીદવા માટે રાજ્યના દરેક ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફરજિયાત ફાળવવાની રહેશે

રાજ્યની સિવિલ હોસ્પિટલો-અન્ય સરકારી હોસ્પિટલો-દવાખાના તેમજ મહાનગરપાલિકા-નગરપાલિકા સંચાલિત હોસ્પિટલો દવાખાનાઓમાં કોવિડ-19 સારવાર હેતુ માટે અદ્યતન સાધનો-મશીનો ખરીદવા આ ગ્રાન્ટની રકમ ફાળવવાની રહેશે.

(12:14 am IST)