Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

નર્મદા જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ દ્વારા બાળ મરણ ઘટાડવા અધ્યતન સુવિધા વાળું સ્ટ્રેચર 108મા કાર્યરત કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામા ડેડીયાપાડા અને સાગબારા જેવા અંતરિયાળ વિસ્તાર વાળા તાલુકામા ધણી ડિલિવરીમા કુપોષિત અને કોમ્પ્લીકેશન્સ વાળા બાળક જન્મે છે અને તેમને વધુ સારવાર માટે SSG વડોદરા કે સિવિલ હોસ્પિટલ સુરત કે સિવિલ રાજપીપલા ખસેડવામાં આવે છે.આવા કોમ્પ્લીકેટેડ નવજાત શિશુઓ ને હોસ્પિટલ મા આવતા NICU વોર્ડ ની જેમ જ GVK emri 108 દ્વારા 108 એમ્બ્યુલન્સમા એડવાન્સ ફીચર થી સજ્જ સ્ટ્રેચર  ડેડીયાપાડા અને સાગબારાની 108 એમ્બ્યુલન્સમા કાર્યરત કરવામાં આવ્યું છે.

સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડેડીયાપાડા કે રેફરલ હોસ્પિટલ સાગબારાથી રિફર થતા નવજાત શિશુઓ ને હવે 108 એમ્બ્યુલન્સ દ્વારા આ અધ્યતન સુવિધા વાળા સ્ટ્રેચર પર શિફ્ટ કરવામાં આવશે જેથી 108 એમ્બ્યુલન્સ દ્વારા એક હોસ્પિટલ થી બીજી હોસ્પિટલ નવાજત શિશુને રિફર કરવામાં આવે ત્યારે હોસ્પિટલની જેમ જ સુવિધાઓ સાથે જ શિફ્ટ કરશે.
નવજાત શિશુને જેમ હોસ્પિટલમા કાચની પેટીમા રાખવામાં આવે છે તેમ 108 એમ્બ્યુલન્સ મા પણ પેટી માંજ રાખીને નવજાત શિશુને બીજી હોસ્પિટલ ખસેડવા આવશે

 108મા આવતા સ્ટ્રેચર  ની સુવિધા, કાચની પેટી મા સીરીન્જ પંપ, ઇન્ફ્યૂશન પંપ, વોર્મર, ઓક્સિજન ટેમ્પરેચર સેટિંગ અને ઇનબિલ્ટ ઈન્વેટર આપેલ છે.
108 સાગબારાની એમ્બ્યુલન્સ દ્વારા  ગત રાતે chc સાગબારાથી એક નવજાત શિશુને સિવિલ હોસ્પિટલ વ્યારા આ અધ્યતન સુવિધા વાળા સ્ટ્રેચર પર શિફ્ટ કરાયું હતું.
આ 108 એમ્બ્યુલન્સ મા ફરજ ના emt (ઇમર્જન્સી મેડિકલ ટેકનીશીયન )ને આ એડવાન્સ અને અધ્યતન સ્ટ્રેચરની પૂરતી તાલીમ આપવામાં આવેલ છે.Gvk emri 108 એમ્બ્યુલન્સનાં આ એડવાન્સ ફીચર વાળા સ્ટ્રેચરથી સરકારના બાળ મરણ (IMR) ઘટાડવાનાં મિશનમા એક અગત્ય નું પગલું સાબિત થશે.

(10:05 pm IST)