Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન; કેટલાક વિસ્તારોમાં ઝાડ ધરાસાયી : અમુક વિસ્તારોમાં વીજપોલ ધરાશાઇ થતાં વીજળી ગુલ

બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જેના લીધે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જ્યારે હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાનો બનાવ બન્યો છે. જ્યારે કેટલાક વિસ્તારો વીજપોલ ધરાશાઇ થતાં વીજળી ગુલ થઈ હતી

 . આ ઉપરાંત બનાસકાંઠાના પાલનપુરમાં પણ ભારે પવન સાથે વરસાદ પડયો છે. જ્યારે કોલેજ રોડ પર જાહેર માર્ગ પર વીજ પોલ ધરાશાયી થયો છે. જ્યારે વીજપોલ રોડ વચ્ચે ધરાશાયી થતા વાહન વ્યવહારને મુશ્કેલી પડી છે

(11:01 pm IST)