Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

લો બોલો... સાપના પેટમાંથી પ્‍લાસ્‍ટિકની પાંચ બોટલ અને ઓડિયો ટેપ નીકળી

લોકજાગૃતિ માટે સંશોધનપત્ર તૈયાર કરી જર્નલમાં પ્રકાશિત કરાયો : ઉંદરનીગંધને કારણે બે સાપ પ્‍લાસ્‍ટિકની બોટલ - ટેપ ગળી ગયાનું અનુમાન

સુરત, તા.૬: દેશભરમાં પ્‍લાસ્‍ટિકના ઉપયોગ પર પ્રતિબંધ અને પ્‍લાસ્‍ટિક સાથે સંબંધિત સમસ્‍યા, પ્રશ્‍નોને લઇ સમયાંતરે બુમરાણ મચે છે. દરમિયાન સુરતમાં પ્‍લાસ્‍ટિકની ઘાણક અસરનો કિસ્‍સો નોંધાયો છે. નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સાપના પેટમાંથી પ્‍લાસ્‍ટિકની બોટલ અને ઓડિયો કેસેટની ટેપ કાઢી હતી. ઉંદરની ગંધને કારણે બે સાપ બોટલ, ટેપ ગળી ગયાનું અનુમાન લગાડવામાં આવી રહ્યુ છે. સમગ્ર પ્રકરણમાં લોકજાગૃતિ માટે વિદ્યાર્થીઓએ સંશોધનપત્ર તૈયાર કયુ છે અને આ સંશોધનપત્ર બ્રાઝીલની પ્રતિષ્‍ઠિત ફિલોમોડુસા જર્નલ ઓફ હર્પિતોલોજીમાં પ્રકાશિત થયુ છે.

પીએચ. ડી. સ્‍કોલર બે વિદ્યાર્થીઓએ બે સાપ પ્‍લાસ્‍ટિકની બોટલ, ટેપ ગળી ગયા હોય એ વિષય પર સંશોધનપત્ર તૈયાર કયુ છે. બાયોસાયન્‍સના ઝૂઆલોજીના વિદ્યાર્થી દિકાંશ પરમાર અને માઇક્રોબાયોલોજીના અન્‍ય વિદ્યાર્થીએ સમગ્ર સંશોધનપત્ર તૈયાર કયુ હતું. તેમને બીમાર હાલતમાં બે સાપ ઇન્‍ડિયન રેટ સ્‍નેક એટલ કે ધામણ અને કોમન ટ્રીકેટ સ્‍નેક એટલે કે રૂપસુંદરી મળ્‍યા હતા. તે પૈકી ધામણના પેટમાંથી પ્‍લાસ્‍ટિકની બોટલ અને રૂપસુંદરીના પેટમાંથી ઓડિટો કેસેટની લાંબી ટેપ નીકળી હતી. બંને સાપ તેમના પેટમાં કોઇ મજબૂત પદાર્થ હોવાની શંકા ગઇ હતી. તેને આધારે ચકાસણી કરાઇ તો ધામણના પેટમાંથી હોમિયોપેથીક દવાની ૫ પ્‍લાસ્‍ટિકની બોટલ નીકળી હતી. દિકાંશ પરમારે જણાવ્‍યુ હતુ કે બોટલ, ટેપની આસપાસ ઉંદરની ગંધ આવતી હોવાથી સાપ તેને ગળી ગયા હોવાનુ અનુમાન છે. સાપ અને અન્‍ય વન્‍ય જીવો, પશુ, પક્ષીઓ માટે પ્‍લાસ્‍ટિક કેટલુ ઘાતક નીવડી શકે છે તેની માહિતી, તે સંદર્ભે જાગૃતિ માટે સંશોધનપત્ર તૈયાર કર્યુ છે અને તે જર્નલમાં પ્રકાશિત થયુ છે.

(4:41 pm IST)