Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

રાજયમાં આજે સવારે ૬ થી ૧૨ સુધીમાં ૭૯ તાલુકાઓમાં ૧ મી.મી.થી ૫&& ઈંચ સુધી ભારે વરસાદ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા), વાપીઃ રાજ્‍યભરમાં અનરાધાર હેત વરસાવી રહેલ મેઘરાજા આજે સવાર થી સતત કેટલાય વિસ્‍તાર માં અનરાધાર વરસી રહયા છે.

 ફ્‌લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે ૬ વાગ્‍યાથી લઇ બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો... સુત્રાપાડા ૧૩૨ મિમી, કોડીનાર ૧૧૯ મિમી, વેરાવળ ૧૦૬ મીમી, માંગરોળ ૮૨મીમી, ભુજ ૫૧ મીમી, હાંસોટ ૪૨ મીમી, કલ્‍યાણપુર ૩૩મીમી અને માળિયા ૩૦મિમી વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત રાજ્‍ય નાં ૭૧ તાલુકાઓમાં ૧ થી ૨૯ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.

(4:41 pm IST)