Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ગાંધીનગરમાં બપોરના સમયે મીની માર્ટમાં ઘી સહીત સુકામેવાની ચોરી કરનાર ત્રણ મહિલા રંગે હાથે ઝડપાઇ

ગાંધીનગર :  રાયસણમાં આવેલા ન્યુ કુચન માર્ટમાં આજે બપોરના સમયે ત્રણ મહિલાઓ ઘૂસી હતી અને ડ્રાઇફુટ તેમજ ઘી ચોરતા કર્મચારીઓને જણાઇ હતી જેથી આ મામલે ઇન્ફોસિટી પોલીસને જાણ કરતા આ મહિલાને પકડી તપાસ કરતા તેમની પાસેથી ચોરીનો સામાન મળી આવ્યો હતો.

હાલમાં મીની માર્ટ અને સુપરમાર્કેટમાં પ્રવેશ કરીને ચોર ટોળકીએ કિંમતી ચીજવસ્તુની ચોરી કરી દેતી હોય છે. જો કે, સીસીટીવી સર્વેલન્સના કારણે આવી વ્યક્તિઓ કેમેરામાં કેદ પણ થઇ જાય છે. આવી જ ઘટના આજે રાયસણના પીડીપીયુ રોડ પર આવેલી ન્યુ કુચન મર્ટમાં બનવા પામી હતી જ્યાં ખરીદી કરવા માટે ઘૂસેલી ત્રણ મહિલાઓએ સુકામેવા અને ઘીની ચોરી કરીને તેમના વસ્ત્રોમાં છુપાવી દિધી હતી. જેથી કર્મચારી જોઇ જતા તેણે માર્ટના માલિક ઋસીતકુમાર પટેલને જાણ કરી હતી અને તેમણે પોલીસને જાણ કરી દીધી હતી જેના પગલે ઇન્ફોસિટી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી જ્યાં તેમની તપાસ કરતા આ મહિલાઓ પાસેથી ઘી, સુકામેવા, તેલ સહિતની છ હજાર ઉપરાંતની ચીજવસ્તુ મળી આવી હતી ફરિયાદના આધારે પોલીસે અમદાવાદના છારાનગર ખાતે રહેતી ખુશ્બુ નિલેશભાઇ ઘમંડે, સકુંતલા નટવરભાઇ ઘમંડે, આરતી ઘનશ્યામભાઇ રાઠોડની અટકાયત કરી હતી આ મહિલાઓએ અગાઉ આ જ દુકાનમાંથી ૩૬ કિલો ઘી ચોર્યું હોવાનુું ખુલ્યું હતું આ ઉપરાંત કુડાસણના સરદાર ચોક ખાતે આવેલા જે.પી.સુપરમાર્કેટમાંથી પણ તા.૩૦ જુનના રોજ માલસામાનની ચોરી કરી હોવાનું બાહર આવ્યું છે.

(4:53 pm IST)