Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ગાંધીનગર શહેર નજીક બાઈક લઈને જઈ રહેલ વેપારીને કારે હડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ઝુંડાલ વૈષ્ણોદેવી માર્ગ ઉપર ગઇકાલે મોડી રાત્રે બાઇક લઇને પસાર થઇ રહેલા ચાંદખેડાના વેપારીને કાર અથડાવી નીચે પાડી દઇને સળિયા વડે હૂમલો કરીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ગંભીરરીતે ઘાયલ વેપારીને સોલા સિવિલમાં ખસેડાયો હતો આ મામલે અડાલજ પોલીસે બે શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

ચાંદખેડા આઇઓસી રોડ ઉપર આવેલા દ્વારકેશ એલીગંન્સમાં રહેતા અને ટ્રાન્સ્પોર્ટનો વેપાર કરતા રાકેશ હરિસિંગ ગુર્જરે ફરિયાદ નોંધાવી હતી કે, ગઇકાલે રાત્રે નરોડાથી કામ પતાવીને તેનું બાઇક લઇ ઘરે જઇ રહ્યો હતો તે દરમિયાન ઝુંડાલ પાસે ચા પીધા પછી બાઇક લઇને આગળ જતો હતો તે દરમિયાન વૈષ્ણોદેવી સર્કલ તરફના માર્ગ ઉપર એક કારે તેના બાઇકને ટક્કર મારી હતી જેથી તે નીચે પડી જતા કારમાંથી તેના કાકાનો દિકરો કર્તારા અત્તરસિંગ ગુર્જર રહે. કુષ્ણધામ સોસા. બાપુનગર અને તેનો બનેવી અશોક સાહેબસિંગ ગુર્જર નીચે ઉતર્યા હતા. ફરિયાદ બાદ સમાધાન કેમ કરતા નથી તેમ કહીંને નાની તલવાર પેટમાં મારી દિધી હતી અને અશોકે તેના હાથમાં રહેલા સળિયાથી માર માર્યો હતો જીવલેણ હૂમલો કરીને આ બન્ને શખ્સો કારમાં ફરાર થઇ ગયા હતા. ગંભીરરીતે ઘવાયેલા આ યુવાનને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની ફરિયાદના આધારે અડાલજ પોલીસે બન્ને શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે. 

(4:54 pm IST)