Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

વડોદરાના ગોત્રી વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા 6 શખ્સોને પોલીસે ઓચિંતાનો છાપો મારી ઝડપી લીધા

વડોદરા: દારૂની મહેફિલ માણનારાઓ દુકાનો અને ઓફિસોનો પણ ઉપયોગ કરી રહ્યા છે. બે દિવસ પહેલા જ સયાજીગંજ વિસ્તારમાં બિઝનેસ ઓરિએન્ટ કોમ્પ્લેક્સ ની દુકાનમાં દારૂની મહેફિલ મારતા છ જણા ઝડપાયા હતા. જ્યારે ગઈ રાતે ગોત્રીની ઓફિસમાં દારૂ પિતા ચાર જણા પકડાયા હતા. ગોત્રી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન યશ કોમ્પ્લેક્સની 110 નંબરની ઓફિસમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની વિગતો મળતા પોલીસ ખાનગી ઓફિસમાં પહોંચી હતી. આ વખતે ચાર જણા દારૂની પાર્ટી કરી રહ્યા હતા અને પોલીસને જોતા જ તેવો છોભીલા પડી ગયા હતા. પોલીસે તેમને કોર્ડન કરી લઈ દારૂની અડધી બોટલ, બીયરનું ટીન તેમજ નાસ્તાના પેકેટ કબજે કર્યા હતા. જ્યારે મહેફીલ માણતા ચારેય જણાના ચાર મોબાઈલ પણ કબજે લીધા હતા. પોલીસે પકડેલાઓમાં (1) લતીફ ખાન શરીફ ખાન પઠાણ (ઉમેટા ગામ, આંકલાવ,આણંદ) (2) દિગ્વિજય ચંદ્રકાંત સોલંકી (ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાટડીયા હનુમાન રોડ, પાદરા, વડોદરા) (3) તરંગ રાજેશકુમાર પારેખ (સાનિધ્ય ટાઉનશીપ,આજવા- વાઘોડિયા રીંગરોડ) અને (4) ધવલ જયંતભાઈ પંચોલી (મુરલીધર સોસાયટી, પરિવાર ચાર રસ્તા, વાઘોડિયા રોડ) નો સમાવેશ થાય છે.

(4:56 pm IST)