Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

નૂપુર શર્માનો ફોટો સ્ટેટસમાં મુકનારને વકીલને મારી નાખવાની ધમકી:કચ્છના યુવકનું નામ ખુલ્યું :પોલીસ ટીમ પકડવા રવાના

લંડનથી સાફિન ગેના નામની વ્યક્તિએ વકીલના સ્ટેટસનો સ્ક્રીનશોટ કેટલાક ગ્રૂપમાં શેર કર્યો !

અમદાવાદ :નૂપુર શર્માના વિવાદીત નિવેદન બાદ નૂપુર શર્માના સપોર્ટમાં આગળ આવતા લોકોને અલગ અલગ રીતે ધમકી અપાઈ છે ત્યારે અમદાવાદના યુવાન વકીલે તારીખ 13 જૂને નૂપુર શર્માનું સ્ટેટસ મુક્યુ હતું. સ્ટેટસ મુક્યા બાદ તેમને મારી નાખવાની ધમકી મળી હતી. જેની ફરિયાદ વકીલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યુ કે ધમકી આપનાર કચ્છ જિલ્લાનો યુવક છે. જેથી સાબરમતી પાલીસે યુવકને પકડવા ટીમો રવાના કરી છે.

ધમકીને ગંભીર રીતે લઈ વકીલે આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓએ 13 જૂને બપોરે વોટ્સએપ સ્ટેટસમાં નૂપુર શર્માના સમર્થનમાં ફોટો મૂક્યો હતો.જોકે તેના કારણે કોઈની લાગણી દુભાષે તેવું વિચારી થોડી જ મિનિટમાં ડિલિટ કરી દીધો હતો.જોકે ફોટો ડિલિટ કર્યાના 2 કલાક બાદ કૃપાલભાઈને મેસેજ આવ્યો હતો કે, ‘તું કિસ હિસાબ સે નૂપુર કો સપોર્ટ કર રહા હૈ, જવાબ દૈ’ આથી કૃપાલભાઈએ તે નંબર બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ તે જ દિવસે બપોરે વકીલને મારી નાખવાની ધમકી આપી હતી.

એવું પણ જાણવા મળ્યું કે લંડનથી સાફિન ગેના નામની વ્યક્તિએ વકીલના સ્ટેટસનો સ્ક્રીનશોટ કેટલાક ગ્રૂપમાં શેર કર્યો હતો. જેના આધારે પોલીસે તપાસ કરતા ધમકી આપનાર અન્ય કોઈ નહિ પણ ગુજરાતમાં કચ્છનો એક વ્યક્તિ હોવાનું સામે આવતા કચ્છ પોલીસનો સંપર્ક કરી સાબરમતી પોલીસે ટિમો રવાના કરી આરોપીને લાવવા તજવીજ હાથ ધરી છે.

 ગત 1 જુલાઇના રોજ સુરતના એક યુવક દ્વારા ઉદયપુરમાં નુપૂર શર્માના સમર્થનમાં સામાન્ય દુકાનદારની હત્યા અને ત્યાર બાદ એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરનાર બન્ને યુવક દ્વારા આચરવામાં આવેલા જઘન્ય હત્યાકાંડનો વિરોધ કરવામાં આવ્યો હતો.  જે બદલ  હવે સુરતના એક યુવકને ધમકી મળતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. આ યુવકની કમેન્ટ પર ફૈઝલ નામના એક યુવક દ્વારા તેને ધમકી આપવામાં આવી અને લખ્યું કે ગુસ્તાક એ રસુલ કી એક હી સજા, સર તન સે જુદા. સુરતના આ યુવકને જાનથી મારી નાંખવાની ધમકી મળતા પરિવારમાં ચિંતાની લાગણી જોવા મળી. યુવકે અગમચેતીના ભાગરૂપે સમગ્ર ઘટના અંગે સુરત પોલીસ કમિશનર કચેરીમાં અરજી આપવામાં આવી હતી. ત્યાર બાદ ઉમરા પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું. હાલ યુવરાજને ગનમેનની સુરક્ષા આપવામાં આવી છે

(8:09 pm IST)