Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

તિલકવાડા તાલુકાના ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિર ખાતે તાલુકા ભાજપા કાર્યકર્તાઓની બેઠક યોજાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ભારતના રાષ્ટ્રપતિ પદના પ્રથમ આદિવાસી મહિલા દ્રૌપદી મુરમુંજી  બિરાજમાન થવા જઈ રહ્યા છે તે પહેલાં તેઓ આગામી તારીખ 13 જુલાઇના રોજ કેવડીયાકોલોની એકતા નગર ખાતે આવી રહ્યા છે જે સંદર્ભે ભાદરવા ખાતે તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

ભારતના રાષ્ટ્રપતિ પદના પ્રથમ આદિવાસી મહિલાઉમેદવાર દ્રોપદી મુરમુજી બિરાજમાન થવા જઈ રહ્યા છે જે આદિવાસી સમાજ અને ભારત વર્ષ માટે ગૌરવની વાત છે સાથે જ બિરસા મુંડા જીના વિચારો પણ સાર્થક થશે સાથે જ રાષ્ટ્રપતિપદની નૂતન નિયુક્તિની આ ઐતિહાસિક અવસર પહેલા રાષ્ટ્રપતિ પદના પ્રથમ આદિવાસી મહિલા ઉમેદવાર દ્રોપદી મુરમુજી નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવવાના છે  આ કાર્યક્રમને અનુલક્ષીને ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિર ખાતે તાલુકા ભાજપના કાર્યકર્તાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
ભાદરવા ખાતે યોજાયેલી આ બેઠકમાં સંબોધન કરતાં જિલ્લા ભાજપ મહામંત્રી નિલભાઈ રાવે જણાવ્યું કે ભારતના રાષ્ટ્રપતિ પદના પ્રથમ આદિવાસી મહિલા દ્રૌપદી મુરમુજી બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની યશ કલગીમાં વધુ એક સોપાન સર થવા જઈ રહ્યું છે જે આદિવાસી સમાજ અને સમગ્ર ભારત વર્ષ માટે એક ગૌરવની વાત છે

 રાષ્ટ્રપતિપદની નિયુક્તિના આ ઐતિહાસિક અવસર પહેલા દ્રોપદી મુરમુજી નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે આગામી 13 તારીખ ના રોજ આવી રહ્યા છે આ ઐતિહાસિક ક્ષણમાં સહભાગી અને સાક્ષી બનવા માટે અને એક ભારત શ્રેષ્ઠ ભારત નિર્માણની કલ્પના ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આપણે સૌ સાથે મળીને આગળ વધીએ અને આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય / પ્રદેશ જીલ્લા કક્ષાના મોરચા સહિતના પદાધિકારીઓ તેમજ મંડળની ટીમ / મંડળ મોરચાના પ્રમુખ / તેમજ મહામંત્રી / શક્તિ કેન્દ્ર ના ઇન્ચાર્જ / પ્રભારી બુથ પ્રમુખ / આગેવાનો / સરપંચો તેમજ જિલ્લા વાસીઓને આ આ અવસરમા સહભાગી બનવા જિલ્લા ભાજપ મહામંત્રી નિલભાઇ એ આહવાન કર્યું હતુ

(10:17 pm IST)