Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

દેવમોગરા ખાતેની દુકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી જિલ્લા,LCB

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામની એક દુકાનમાંથી જિલ્લા એલસીબી પોલીસે દારૂનો મુદ્દામાલ ઝડપી ગુનો દાખલ કર્યો છે
પ્રાપ્ત માહિતી મુજબ એલસીબી પોલીસે બાતમીના આધારે દેવમોગરા ગામની એક દુકાનમાંથી વિદેશી દારૂના પ્લાસ્ટિક નાં કવાટરીયા નંગ.17 કિંમત રૂપિયા 1700 નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો જ્યારે દુકાનમાં કોઈ હાજર નહિ મળતાં પોલીસે સતીષભાઇ ભીમડીયાભાઇ વસાવા (રહે .દેવમોગરા )નાઓ સામે ગુનો દાખલ કર્યો છે

(11:00 pm IST)