Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

નામલગઢ ગામની બસ બાબતે રાજપીપળા ડેપોમાં વિદ્યાર્થીનીઓનો હલ્લાબોલ

સરકાર શાળા પ્રવેશોત્સવ સહિતના અનેક કાર્યક્રમો કરાઈ છે પરંતુ શાળામાં જવા માટે બસ ની વ્યવસ્થા ન હોય તો વિદ્યાર્થીઓ શું કરશે..?: જ્યારે પી.એમ.કે સી.એમ નાં અન્ય જિલ્લાઓમાં કાર્યક્રમ હોય છે ત્યારે રાજપીપળા ડેપોની અડધી બસો ત્યાં આપવામાં આવે છે તો બાળકોના શિક્ષણ બાબતે પણ સરકારે કોઈ નક્કર આયોજન કરવું જોઈએ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાનાં એકમાત્ર એસટી ડેપોના કથળેલા વહીવટ નાં કારણે મુસાફરો અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં અભ્યાસ પર માઠી અસર પડતી હોય અવાર નવાર રજૂઆત કરવા છતાં ડેપો સતાધીશો નાં પેટનું પાણી ન હાલત આખરે નાંદોદ તાલુકાના નામલગઢ ગામની વિધાર્થિનીઓ ડેપોના પ્લેટફોર્મ નીચે જમીન પર બેસી આંદોલનનાં મૂડમાં જણાઈ આવી હતી ત્યારે આ વિધાર્થિનીઓ ગરમીમાં જમીન પર બેસી ગામની બસ નિયમિત આવે નહીતો અમે આહિથી ઉઠિયે નહિ તેવી માંગ સાથે હલ્લાબોલ કરતી જોવા મળી છતાં ડેપો નાં કોઈ અધિકારી ત્યાં આશ્વાસન આપવા પણ ફરકયા ન હતા.
દ્યાર્થિનીઓના જણાવ્યા મુજબ ગયા વર્ષે પણ અમારા ગામની બસ મોડી આવતી હતી અને આ વખતે તો ગત વર્ષ કરતા વધુ લેટ આવતી હોય અમારી સ્કૂલ માં જવા માટે ઘણું મોડું થતાં અમારો અભ્યાસ બગડે ઉપરાંત શાળાના શિક્ષકો પણ રોજ મોડું થતા ટકોર કરતા હોય છે માટે સમયસર બસ આવે એવી અમારી માંગ છે

(10:27 pm IST)