Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ભારે વરસાદની આગાહીને પગલે શનિવાર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર : NDRF-SDRFની ટીમ સ્ટેન્ડબાય

ગીર-સોમનાથ, દીવ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી:પોરબંદર અને રાજકોટમાં પણ અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા

અમદાવાદ :  રાજ્યમાં સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે. શનિવાર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, દીવ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પોરબંદર અને રાજકોટમાં પણ અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. જેના લીધે NDRF અને SDRFની ટીમ સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે.

(11:54 pm IST)