Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

મહેસાણા વાસ્મો કચેરીએ જિલ્લાની ગ્રામ પંચાયતોની પાણી સમિતિ માટે પાણી બચતની પાઠશાળા શરૂ કરી

જિલ્લાની 175 ગ્રામ પંચાયતોની પાણી સમિતિઓની પસંદગી : ઉંઝા અને ખેરાલુ તાલુકાની 40 જેટલી પાણી સમિતિઓને પાણીનું મહત્વ સમજાવ્યું

મહેસાણા જિલ્લાં વાસ્મો કચેરી દ્રારા જિલ્લાની ગ્રામ પંચાયતોની પાણી સમિતિઓ માટે પાણી બચતની પાઠશાળા શરૂ કરાઈ છે. આ માટે જિલ્લાની 175 ગ્રામ પંચાયતોની પાણી સમિતિઓની પસંદગી કરાઈ છે. જે પૈકી ઉંઝા અને ખેરાલુ તાલુકાની 40 જેટલી પાણી સમિતિઓને પાણીનું મહત્વ સમજાવ્યું છે. જળ જીવન મિશન દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમ અને વાવની જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત પણ કરાવાઈ રહી છે.

(11:50 pm IST)