Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

પાટણમાં ટ્રેલરના ચાલકે કાબૂ ગુમાવતા ડિવાઇડર પાસે ઉભેલા બાઇકચાલકને અડફેટે લેતા કરૂણ મોત

બેકાબૂ ટ્રેલરની અડફેટે નિર્દોષ બાઇક ચાલકનું કરૂણ મોત

પાટણના નવજીવન ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં એક લાંબા ટ્રેલરના ચાલકે કાબૂ ગુમાવી અને ચાર રસ્તે ડિવાઇડર પાસે ઉભેલા બાઇક ચાલકને અડફેટે લીધો હતો. ટ્રેલરને આવતું જોઈને બાઇક ચાલકે બાઇક મૂકી ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ ફૂલ સ્પીડે ધસી આવેલું ટ્રેલર ટકરાઈ ગયું હતું. અકસ્માતની આ ઘટનામાં બાઇક ચાલકના પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા ગઈકાલે રાત્રે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

  દરમિયાન બાઇકની ટક્કર ટ્રેલરે મારી તેનો સીસીસીટીવી વીડિયો સામે આવ્યો હતો જેને જોતા જ સૌના રૂવાંડા ઊભા થઈ ગયા હતા. આ ભીષણ ટક્કરમાં ગઈકાલે રાતે ગંભીરરીતે ઘવાયેલા બાઇક ચાલકનું આજે સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હોવાના અહેવાલો છે. આમ એક બેકાબૂ ટ્રેલરની અડફેટે નિર્દોષ બાઇક ચાલકનું કરૂણ મોત થયું છે. પોલીસે ઘટનાના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

(1:52 pm IST)