Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

વડોદરાના પાદરા તાલુકાના મોભા ગામમાં પાણીપુરીની લારી ચલાવતા પિતાને તેના જ પુત્રએ બે સંબંધીઓની મદદ લઇને મોતને ઘાટ ઉતાર્યા

ધંધાની લાલચમાં હત્‍યા કરનારા કરનારનો ભાંડો ફૂટતા ત્રણેયની ધરપકડ

પાદરા: પાદરા તાલુકામાં આવેલા મોભા ગામના મોભા રોડ બજારમાં છેલ્લા ઘણા સમયથી પોતાની જાતે નાસ્તાની અને પાણીપુરીની લારી ચલાવી જીવન ગુજારતા પિતાને તેના જ પુત્રએ બે સબંધીજનોને સાથે રાખી પ્લાન બનાવી મોતને ઘાટ ઉતારતાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો બુધવારની વહેલી સવારે વડુ પોલીસને એક કોલ મળ્યો હતો કે મોભા રોડ બજારમાં નાસ્તાની હોટલ પાછળ અવાવરું જગ્યામાં કોઈ આધેડની લાશ છે. જે વાત ધ્યાને રાખી વડું પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. લાશને જોતા ત્યાંજ રહેતા પાણીપુરી અને નાસ્તાની લારી ચલાવતા રાજુભાઈની હતી.

જોકે પરિવારજનોમાં રાજુભાઈનો ભાણો રાજુભાઈ સાથે પાણીપુરી અને નાસ્તાની લારીમાં મદદ કરતા હતા. જોકે તેઓને મદદગારીના ભાગરૂપે માત્ર રાજુભાઈ જમવાનું જ આપતા હતા અને રાજુભાઈનો દીકરો જે અમદાવાદ રહેતો હતો. જેઓને પણ રાજુભાઈ ખર્ચા પાણી આપતા ન હતા જેની રિસ રાખી રાજુભાઈના દીકરાએ પ્લાન બનાવ્યો હતો. પ્લાન બનાવ્યા પછી તેઓનો દીકરો છેલ્લા એક મહિનાથી અમદાવાદ નોકરી કરવા જતો રહ્યો હતો.

ત્યારબાદ પોતાના સંબંધીને ત્યાં ગયો હતો અને ત્યાં બીજા એક નવા સંબંધીને પણ આ પ્લાનની વાત કરી રાજુભાઇના દીકરાએ તેનો ભાણો અને તેના એક નવા સંબંધીને બંનેને લાલચ આપી હતી કે મારા પિતાને આપણે ત્રણ ભેગા  થઈ મોતને ઘાટ ઉતારી નાખી અને આ તમામ તેમનો નાસ્તા અને પાણીપુરી નો ધંધો છીનવી લઈએ. સમગ્ર પ્લાન મુજબ રાજુભાઈનો દીકરો એક મહિના પછી અમદાવાદથી પાદરા પરત ફર્યો અને ત્યારબાદ રાજુભાઈનો દીકરો તેનો ભાણો અને તેનો બીજો સંબંધી સાથે મળી મોડી રાત્રે પોતાના જ ઘરમાં પોતાના સુતેલા  પિતાના મોઢા પર પાઇપ વડે એક બાદ એક ઘા ઝીકી નાખ્યા સાથે સાથે મદદગારી માટેનો ભાણો અને તેના બીજા સંબંધીએ પણ પિતાનું ગળું દબાવવામાં અને પકડી રાખવામાં મદદગારી કરી સમગ્ર ઘટનામાં પિતાનું કમકમાટી ભર્યુ મોત થયું હતું.

જોકે ત્રણેય જણે પ્લાન મુજબ રાજુભાઈની લાશને પાછળ નજીકમાં આવેલા અવાવરું જગ્યામાં ફેંકી દેવામાં આવી અને રાજુ નો દીકરો અને સબંધી રાતોરાત અમદાવાદ જતા રહ્યા અને ભાણાએ પોતાનાં મામાનીકોઈએ હત્યા કરી નાખી હોય તેવું નાટક કર્યું. પોતે જ ફરિયાદી બની વહેલી સવારે તેઓના મામા મોડી રાતથી ગુમ થઈ ગયા હોવાની ફરિયાદ આપી સમગ્ર ઘટના મામલે દિવસ દરમિયાન પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરતા અને રાજુભાઇના ઘરની તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો.

આખરે પોલીસની તપાસમાં રાજુભાઈના દીકરાને અમદાવાદથી બોલાવી પૂછ પરછ કરતા તૂટી પડ્યો અને સમગ્ર વાત પોલીસને જણાવી દીધી ધંધાની લાલચમાં પુત્રે જ પિતાને મોતને ઘાટ ઉતારતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. પોલીસે ગણતરીની મીનીટોમાં જ હત્યાનો ભેદ ઉકેલી ત્રણેય હત્યારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:57 pm IST)