Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ગુજરાતનાં બંદરોનો સર્વાંગી વિકાસ...

રાજ્ય સરકારની દૂરંદેશી, આકર્ષક અને પારદર્શિતાવાળી નીતિઓ અને હકારાત્મક અભિગમને પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં બંદરીય ક્ષેત્રે ટોચ પર રહેવામાં સફળ રહ્યું છે અને ઉત્તરોત્તર અનેક અકલ્પનીય કીર્તિમાન સ્થાપિત કરવામાં અગ્રેસર

રાજકોટઃ ગુજરાતને કુદરત તરફથી ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયાકિનારાનું વરદાન પ્રાપ્ત થયું છે. સિંધુ ખીણની સભ્યતાના સમયથી વહાણવટા ક્ષેત્રે અગ્રિમ રહેલા ગુજરાતનાં વહાણવટાનો આજે ફરી એક વખત વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. ગુજરાત સરકારે ખાનગી ક્ષેત્રના સહયોગથી રાજ્યનાં બંદરોનો સર્વાંગી વિકાસ કરવા માટે જે પહેલ શરૂ કરી છે એનાં સારા પરિણામો આજે રાજ્યના અર્થતંત્રને વેગવાન બનાવવામાં યોગદાન આપી રહ્યાં છે. કચ્છના લખપતથી ઉમરગામ સુધીના દરિયાઈ પટ્ટીમાં આવેલાં રાજ્યનાં વિભિન્ન બંદરોએ આગવી ઓળખ ઊભી કરી છે.

કંડલા ગુજરાતનું મોટું બંદર છે તો ભાવનગરનું અલંગશિપ બ્રેકિંગક્ષેત્રે ખ્યાતિ મેળવી ચૂક્યું છે. સિક્કા અને માંગરોળ બંદરો મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતાં છે. પ્રમાણે ચોક્કસ વસ્તુઓના આયાત-નિકાસ માટે નિશ્ચિત બંદરો દ્વારા પરિવહન કરવામાં આવે છે. એક સમયે સુરત દેશનું અતિ મહત્ત્વનું બંદર ગણાતું, દુનિયાભરના દેશો સાથે સુરતના દરિયાઇ માર્ગે માલના આયાત-નિકાસ વડે વેપાર થતો. સુરત બંદરની અન્ય દેશોમાં પ્રસિદ્ધિ એટલી હદે થયેલી કે કહેવાય છે કે, ૮૪ દેશોનાં વહાણો સુરત બંદર ખાતે લાંગરેલાં રહેતાં. દેશ અને રાજ્યના મત્સ્ય ઉદ્યોગને વેરાવળ, પોરબંદર, માંગરોળ, ઓખા, જાફરાબાદ જેવાં બંદરો ધમધમતો રાખતા આવ્યા છે.

ગુજરાતનાં મેજર અને ૪૮ નોટિફાઈડ નોન મેજર બંદરો રાજ્ય અને રાષ્ટ્રના અર્થતંત્ર માટે કરોડરજ્જુ બની રહ્યાં છે. ૪૮ નોન મેજર બંદરો સાથે આજે ગુજરાત ભારતનું સૌથી વિકસિત દરિયાઇ સુવિધાઓ ધરાવતું રાજ્ય બની ચૂક્યું છે. રાજ્ય સરકારની દૂરંદેશી, આકર્ષક અને પારદર્શિતાવાળી નીતિઓ અને હકારાત્મક અભિગમને પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં બંદરીય ક્ષેત્રે ટોચ પર રહેવામાં સફળ રહ્યું છે અને ઉત્તરોત્તર અનેક અકલ્પનીય કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે. રાજ્ય સરકારના સબળ નેતૃત્વ અને સતત પ્રયત્નશીલ રહેવાના અભિગમને લઈને બંદરોના વિકાસનું સ્વપ્ન ચોક્કસ હકીકતમાં પરિણમ્યું છે.

>          ભારતનાં ગૌણ બંદરો દ્વારા સંચાલિત કાર્ગોમાં વર્ષ ૨૦૧૯માં ગુજરાતનો હિસ્સો ૭૦ ટકા હતો. વર્ષ ૨૦૦૧માં ૮૩ MMTPA હતું, જે વર્ષ ૨૦૧૯માં વધીને ૩૯૯ MMTPA થયું છે.

>          જળપરિવહન ક્ષેત્રે આગે કદમઃ રોરો ફેરી સર્વિસ થકી ૩૬૦ કિ.મી.નું અંતર ઘટીને ફક્ત ૩૧ કિ.મિ.નું થઈ ગયું. ૧૫,૨૦૨ કિ.મી. જેટલા ઈંધણની બચત થઈ શકી છે. અને કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં ૪૮ મેટ્રિકટનનો ઘટાડો થઈ શક્યો છે. કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં ઘટાડો થઈ શક્યો છે.

>          વર્ષ ૨૦૧૯-૨૦માં રાષ્ટ્રીય સ્તરે બંદરો થકી માલની હેરફેર આશરે ૧૩૦૯ MMTની થઈ જ્યારે જી.એમ.બી. બંદરો થકી માલનું પરિવહન ૪૧૨ MMT થઈ જે કુલ રાષ્ટ્રીય પરિવહનના ૩૧ ટકા તથા નોન મેજર બંદરો પરના પરિવહનનો આશરે ૭૦ ટકા સિંહફાળો દર્શાવે છે. વર્ષ ૨૦૨૦માં રૂ. ૧૩૬૧ કરોડની આવક થઈ.

>          ૪૮૦૦ કરોડના રોકાણ સાથે નારગોલ અને ભાવનગર બંદરોનો વિકાસ કરવામાં આવશે. દહેજ ખાતે કેમિકલ પોર્ટ ટર્મિનલના વિસ્તૃતિકરણ માટે ૧૨૦૦ કરોડના ખર્ચે બીજી જેટી વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

>          ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦માં બંદરીય સંચાલન થકી રૂ.૮૨૯. કરોડની આવક થઇ છે જ્યારે બંદરીય કાર્ગો પરિવહન સંબંધિત આવક કે જે રાજ્ય સરકારની તિજોરીમાં જમા કરવાની થતી હોય તે કુલ રૂ. ૩૫૮.૫૪ કરોડ થઇ છે.

>          હાલમાં ગુજરાત રાજ્યમાં કુલ શિપયાર્ડ છે જેની વાર્ષિક ક્ષમતા ૧૧ લાખ DWT છે. વધુમાં, રાજ્યમાં દરિયાકિનારા પર વધુ નવાં શિપયાર્ડ વિકસાવવાની યોજના છે.

>          આંતરરાષ્ટ્રીય MARPOL કન્વેન્શન અંતર્ગત શિપિંગ મંત્રાલય દ્વારા પોર્ટ રિસેપ્શન સુવિધા (શિપમાંથી ઉત્પન્ન થતા કચરાના બંદર પર યોગ્ય નિકાલ સુવિધા) ઓનલાઇન કરવામાં આવી છે, જેના માટે સ્વચ્છ સાગર પોર્ટલ બનાવવામાં આવ્યું છે.

>          ભાવનગર બંદર ખાતે ઉતરોત્તર વધી રહેલા કાર્ગોના જથ્થા હેન્ડલિંગને ધ્યાને લઈને ૬૩,૧૨૬ ચો.મીટર સ્ટેકિંગનું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. અગાઉ ૨૩,૩૮૫ ચો. મીટરના પાકા પ્લેટફોર્મ ઉપલબ્ધ હતા. ઉપરાંત નવા ૧૭,૫૩૨ ચો. મીટર પ્લેટફોર્મનાં કામો પ્રગતિમાં છે અને ૩૧,૭૯૪ ચો. મીટરનાં કામો મંજૂર કરવામાં આવ્યા છે.

>          દેશમાં અગત્યના ગણાતા દિલ્હી-મુંબઈ ફ્રેઇટ કોરિડોર સાથે રાજ્યનાં બંદરોને જોડી દેવાની દૂરંદેશીભરી યોજના પણ ગુજરાત સરકારે ઘડી કાઢી છે. યોજના હેઠળ રાજ્યનાં બંદરોને દેશના અર્થતંત્રમાં ધોરી નસ સમાન ગણાતા દિલ્હી-મુંબઈ કોરિડોર સાથે જોડી દીધાં છે.

>          રાજ્ય સરકારે લખપતથી લઈને ઉમરગામ સુધીના દરિયાઈ પટ્ટીમાં આવેલાં રાજ્યનાં તમામ બંદરોને કોસ્ટલ હાઇવે દ્વારા જોડવાની એક મહત્ત્વકાંક્ષી યોજના પણ બનાવી છે, જે અંતર્ગત રાજ્યનાં બંદરોને કોસ્ટલ હાઇવે દ્વારા સાંકળી લેવામાં આવ્યાં છે.

>          અલંગ ખાતે શિપ રિસાઇક્લિંગની પ્રવૃત્તિને ૫ર્યાવરણલક્ષી મૈત્રીપૂર્ણ બનાવવા નવા લેન્ડફીલ સેલ, બિલ્જ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જેવી ઇન્સિનરેટર અને અગ્નિશામક પ્રણાલી પર્યાવરણીય આધુનિક સુવિધાઓને TSDF-અલંગ ખાતે વિકાસ કરી કાર્યરત કરવામાં આવી હતી. જેમાં શિપ રિસાઇક્લિંગ પ્રવૃત્તિથી ઉત્ત્પન્ન થતા કચરાનો નાશ કરવામાં આવે છે.

>          વર્ષ ૨૦૧૯માં યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ અન્વયે યોજાયેલા "Port Led Development & Strategies to establish India as the Transshipment hub of Asia" અંગેના સેમિનારમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા 13 MOUs (with an intended investment of INR Rs. 19,542 Cr) કરવામાં આવ્યા છે.

>          કંડલા બંદરને કાશ્મીર, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોનો ૧૦ લાખ ચોરસ કિ.મી.નો વિશાળ પીઠપ્રદેશ હાંસલ થયો છે. દૂરના પીઠપ્રદેશો સુધી માલસામાનના ઝડપી પરિવહન માટે કંડલાને બ્રોડગેજ રેલમાર્ગ અને નેશનલ હાઇવે નંબર - દ્વારા જોડવામાં આવ્યું છે.

>          ભાવનગરનું નવા બંદર એક બારમાસી બંદર છે. નાના વહાણોને સીધા જેટી પર લાંગરવાની સગવડ છે. બંદરમાં ભરતીના પાણીને લોક-ગેટ નામની વ્યવસ્થાને ઉપયોગમાં લઇને ધક્કા પાસે દરિયાના પાણીની ઊંડાઇ સતત ચાર મીટર જાળવી રાખવાની સગવડ છે. ભાવનગર, ઘોઘા અને તળાજા ભાવનગર બંદરીય જૂથનાં પેટા બંદરો છે.

>          દેશના પ્રથમ કેમિકલ પોર્ટનું બહુમાન દહેજને ફાળે જાય છે. ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની લિ. (જીસીપીટીસીએલ) દ્વારા દહેજ બંદર ખાતે કેમિકલ ટર્મિનલ વિકસાવવામાં આવ્યું છે. બંદર પરથી ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કાશ્મીર જેવા પ્રદેશોના કાર્ગોનું વહન કરવામાં આવે છે.

>          વર્તમાન સમયમાં શિપ રિસાઈક્લિંગ કામગીરીમાં આશરે ર૦,૦૦૦ કામદારો પ્રત્યક્ષ રોજગારી મેળવે છે અને સંલગ્ન કામગીરીથી આશરે થી . લાખ લોકોને રોજગારી મળે છે.

>          અલંગ યાર્ડની વાર્ષિક ૪પ૦ જહાજો રિસાઇકલ કરવાની ક્ષમતા છે અને તેનાથી વાર્ષિક . મિલિયન ટન કરતાં વધુ રિ-રોલેબલ સ્ટીલનું ઉત્પાદન થઇ શકે. અલંગ-સોસીયાના દરિયા કિનારે ૧૦ કિ.મી.ના પટ્ટામાં શિપ રિસાઈક્લિંગ માટે કુલ ૧૬૭ પ્લોટસ ઉપલબ્ધ છે.

>          માર્ચ ૨૦૨૦ની સ્થિતિએ રાજ્યમાં ૩૪ કેપ્ટિવ જેટીઓ કાર્યરત છે. જી.એમ.બી. બંદરોનો લગભગ ૪૫% કાર્ગો કેપ્ટિવ જેટી પરથી વહન કરવામાં આવે છે. કેપ્ટિવ જેટીને કારણે જી.એમ.બી. બંદરોની ક્ષમતા ૯૦ મિલિયન ટનની થઇ છે.

>          હાલમાં રાજ્યમાં પીપાવાવ, દહેજ, મુન્દ્રા અને હજીરા ખાતે ગ્રીનફીલ્ડ બંદરો કાર્યરત છે. જી.એમ.બી. નવી બંદર સુવિધાઓ ઊભી કરીને મુંબઇ અને કંડલા જેવા પશ્ચિમના મુખ્ય બંદરો પરનું ભારણ ઘટાડયું છે. પ્રક્રિયામાં, તમામ આધુનિક સુવિધા સાથેના બંદરોએ ગુજરાતની શાન વધારી છે.

>          વર્ષ ૨૦૧૮થી ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ગુજરાતના દરિયા કિનારાના બીચ ઉપર વોટર સ્પોર્ટ્સ પ્રવૃતિઓને પ્રોત્સાહન મળી રહે તેના ભાગરૂપે પ્રવાસન નિગમના સંકલનમાં રહીને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ માટે એન..સી., વોટર સ્પોર્ટ્સ ક્રાફ્ટ્ના સર્વે અને રજિસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવે છે. જેથી રાજ્યમાં રોજગારીની તકો વધી છે. •

ઉર્વિ રાવલ

(5:07 pm IST)