Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

માર્ગ વિકાસ થકી ગુજરાતનો વિકાસ

રાજ્યમાં ૧ લાખ ૨૪ હજાર કિલોમીટરના પ્લાન અને નોન પ્લાન રસ્તાઓનું સુઆયોજિત નેટવર્ક બિછાવ્યું છે. એટલું જ નહીં તમામ ગામડાઓને પણ પાકા ડામરના રસ્તાથી જોડવાનું કામ પણ પૂરુ કરી દીધુ

રાજકોટઃ કોઇપણ રાજ્યના સુગ્રથિત વિકાસ માટે માર્ગ વિકાસના કામો મહત્ત્વના પુરવાર થાય છે. ઔદ્યોગિક વિકાસથી આંતર માળખાકીય સુવિધાઓ માટે પણ રસ્તાઓ મહત્ત્વનું પરિબળ બની રહે છે. માટે સરકારે માર્ગ વિકાસના કામોને પ્રાધાન્ય આપીને કામગીરી કરી છે. તે દેશભરમાં મોખરે રહી છે અને ક્ષેત્રે પણ ગુજરાત રોલ મોડલ પુરવાર થઇ રહ્યું છે.

રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી માર્ગ મકાન મંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યભરમાં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા માર્ગોનું નિર્માણ કર્યું છે. રાજ્યમાં લાખ ૨૪ હજાર કિલોમીટરના પ્લાન અને નોન પ્લાન રસ્તાઓનું સુઆયોજિત નેટવર્ક બિછાવ્યું છે. એટલું નહીં તમામ ગામડાઓને પણ પાકા ડામરના રસ્તાથી જોડવાનું કામ પણ પૂરું કરી દીધુ છે. રીતે યાત્રા ધામો, શૈક્ષણિક સંસ્થાઓ હોસ્પિટલો બસ અને રેલવે સ્ટેશનો સુધી સિંગલ લેનથી લઇ ફોર લેનના પાકા ડામરના રસ્તાઓનું નેટવર્ક પૂર્ણ કરાયુ છે. ખેડૂતોને પાક વેચવા માટે APMC સુધી જવા માટે પણ પાકા ડામરના રસ્તાઓની સુવિધાઓ પૂરું પાડવામાં આવી રહી છે.

ગ્રામીણ સ્તરે પાકા રસ્તાના કામો માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી અમલી કરી છે. જે હેઠળ પણ મોટાભાગના ગામડાઓને આવરી લેવામાં આવી રહ્યા છે.

>          મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ. 972 કરોડના ખર્ચવાળા 2598 કિ.મિ. લંબાઇના 1159 કામો મંજૂર કર્યા છે. ગ્રામીણ માર્ગોના માળખાકીય વિકાસ માટે 5543 કિ.મી. લંબાઇના 2216 કામો પૂર્ણ અને 7276 કિ.મી. લંબાઇના 2677 કામો પ્રગતિ હેઠળ છે.

>          નર્મદા નદી પર ગરુડેશ્વર ખાતે રૂપિયા 51.73 કરોડના ખર્ચે નવા બ્રિજનું નિર્માણ.

>          અમદાવાદ-બગોદરા-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર- અને -બીના ૨૦૧ કિલોમીટર લંબાઇના રસ્તાઓને માર્ગીય બનાવવાના નિર્ણય અંતર્ગત રૂ. 2754 કરોડની ફાળવણી કરતા અમદાવાદ-રાજકોટનો પ્રવાસ ઝડપી અને સરળ બનશે.

>          નવરચિત તાલુકા મથકોએથી પસાર થતા રાજ્ય માર્ગોને વિકાસ પથ તરીકે વિકસાવવાના નિર્ણય અંતર્ગત રૂ. ૪૦ કરોડની જોગવાઈથી નવા તાલુકાનો જિલ્લા મથક સાથે સંપર્ક ઝડપી અને સુગમ બન્યો છે.

>          ચિલોડા- ગાંધીનગર- સરખેજ હાઇવેને રૂ. ૮૪૬ કરોડના ખર્ચે માર્ગીય બનાવવાના સંપૂર્ણ ટોલ ફ્રી રોડ સાથે ફ્લાયઓવર્સ બ્રિજનું નિર્માણ કરવાના નિર્ણયથી પરિવહન સેવા સરળ બનશે.

>          રૂ. ,૩૫૧.૫૪ કરોડના ખર્ચે કચ્છમાં ભારત સરકારના ભુજ-ખાવડા, ઇન્ડિયા બ્રીજ થી ધર્મશાળાના માર્ગને વધુ પહોળો અને મજબૂત કરવાના નિર્ણયથી વિસ્તારનો થયો ઝડપી વિકાસ.

>          થરાદ- ધાનેરા - પાંથાવાડા રસ્તાને રૂ.૪૬૪.૦૭ કરોડના ખર્ચે ૧૪ મીટર પહોળો કરવાના મહત્ત્વપૂર્ણ નિર્ણયથી નાગરિકોને મજબૂત અને પહોળા રસ્તાની સુવિધા મળતાં ઔદ્યોગિક વિકાસને મળ્યું નવું બળ.

>          અમદાવાદના બોપલ ખાતે રૂ.85 કરોડના ખર્ચે નિર્મિત બોપલ ફ્લાયઓવરનું લોકાર્પણ

>          સિંધુભવન ચાર રસ્તા પરના 35 કરોડના ખર્ચે નિર્માણ ફ્લાયઓવર તથા સાણંદ જંકશન પર રૂ. 36 કરોડના ખર્ચે નિર્મીત ફ્લાયઓવર પ્રજાજનો માટે ખુલ્લો મુકાયો.

>          ગાંધીનગરના પ્રવેશ દ્વાર સમા ઉપારસદ જંકશન પાસે રૂ. 17 કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લાય ઓવર લોકાર્પણ 21.67 કરોડના ખર્ચે ત્રિમંદિર અડાલજથી હનુમાન મંદિરના 10 માર્ગીય રસ્તાનું લોકાર્પણ

>          દેશમાં કલકતા પછી કેબલ પર રૂ. 143 કરોડના ખર્ચે નિર્માણ થયેલ ટુ વે બ્રીજ સુરતના અડાજણ અક્વાલાઇનને જોડતો બ્રીજ ખુલ્લો મુકાયો.

રોડ સેફ્ટી

રાજ્યમાં માર્ગ સુવિધાઓના પરિણામે માર્ગ પર થતા અકસ્માતોમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. માટે રાજ્ય સરકારે ગુજરાત રોડ સેફ્ટી અૉથોરાટીની રચના કરી છે જેના દ્વારા વિવિધ સૂચનો માર્ગદર્શન મળે છે તે મુજબ સરકાર અસરકારક કામગીરી કરે છે. જેના પરિણામે સફળતા મળી છે.

>          રાજ્યમાં કેલેન્ડર વર્ષ ૨૦૧૮માં ૧૮,૭૬૯ માર્ગ અકસ્માત થયા, જ્યારે કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં ૧૩,૨૪૩ માર્ગ અકસ્માત તથા વર્ષ ૨૦૧૮થી સરખામણીમાં ૨૦૨૦માં ૨૯% માર્ગ અકસ્માતનો ઘટાડો થયો.

>          રાજ્યમાં માર્ગ અકસ્માત અને મૃત્યુના ઘટાડા માટે બ્લેક સ્પોટનું આઇડેન્ટિફીકેશન અને રેકટીફીકેશનની ઝુંબેશ શરૂ કરી છે.

>          રાજ્યમાં માર્ગના નિર્માણ તથા સુધારણા દરમ્યાન નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા તથા માર્ગ અકસ્માત અને મૃત્યુમાં ઘટાડો કરવા માટે વર્કઝોન ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન જાહેર કર્યો છે તેના મોનીટરીંગ-અમલીકરણ માટે રાજ્ય, જિલ્લા અને શહેર કક્ષાની રોડ સેફટી કમિટીની નિયમિત બેઠકો યોજાય છે.

>          રાજ્યમાં રોડ સેફટી અંગેની જન-જાગૃતિ માટે ગુજરાત રોડ સેફટી ઓથોરીટી તરફથી જન-જાગૃતિના વિવિધ કાર્યક્રમો, સેમીનાર, પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. તેમજ ઓથોરીટી દ્વારા રોડ સેફટીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શ્રી ચેતેશ્વર પુજારા, શ્રી ધ્વનિત ઠાકર, શ્રી વિસ્પી કાસદ, કુ. મીરા એરડા, કુ.સરિતા ગાયકવાડ, શ્રી સૌમ્ય જોષીનો વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા હતાં.

>          સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી રી-કાર્પેટ થયા હોય તેવા ૪૯૪૯ કામોના ૧૬,૮૫૭ કિલોમીટર લંબાઇના રસ્તાઓના રીસરફેસીંગ માટેના કામો રૂ. 4506 કરોડના ખર્ચે હાથ ધરાયા છે.

>          છેલ્લા પાંચ વર્ષમાં ૨૯ રેલવે ઓવર બ્રિજ રૂ. ૮૭૩ કરોડના ખર્ચે પૂર્ણ થયા છે. ડી.એફ.સી.સી. રૂટ સહિત રેલવે ક્રોસિંગ ઉપર ૭૫ ઓવર બ્રિજના કામો પ્રગતિ હેઠળ છે. રૂ. ૩૪૦૦ કરોડના ખર્ચે નવા ૬૮ રેલવે ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યા છે જે વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે.

>          અમદાવાદ-બગોદરા-રાજકોટના ૨૦૧ કિલોમીટર રસ્તાને રૂ. ૨૮૯૩ કરોડના ખર્ચે -માર્ગીય કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

>          સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને અમદાવાદ અને ગાંધીનગર સાથે જોડતા રાજકોટથી અમદાવાદ રસ્તાનું રૂ. ૨૬૨૦ કરોડના ખર્ચે -માર્ગીયકરણનું કામ પ્રગતિ હેઠળ છે.

>          મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તાર, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા ૭૬૨ કિલોમીટરના ૪૨ રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની કામગીરી રૂ. ૨૪૬૬ કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે.

>          ૧૧૬ રસ્તાના અનુભાગોની ૧૯૫૧ કિલોમીટર લંબાઈને ૧૦ મીટર કે મીટર પહોળા કરવાની કામગીરી રૂ. ૨૩૩૧ કરોડના ખર્ચે પ્રગતિમાં છે.

>          વિશ્વ બેન્ક સહાયિત યોજના અંતર્ગત રાજ્ય ધોરીમાર્ગોને પહોળા, મજબૂત તથા નવીનીકરણની કામગીરી રૂ. ૧૯૩૫ કરોડના ખર્ચે પ્રગતિમાં છે.

>          ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કાની કામગીરી પણ શરૂ થઇ છે, જેમાં રાજ્યના ૩૦૧૫ કિલોમીટરના ગ્રામીણ માર્ગોને સાડાપાંચ મીટર સુધી પહોળા કરવા રૂ. ૧૭૪૯ કરોડની અંદાજિત કિંમતના કામોનું આયોજન છે.

>          અમદાવાદ-મુંબઇ બૂલેટ ટ્રેનની કામગીરી પ્રગતિમાં છે. હાઇસ્પીડ કોરીડોરના પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારના શેરફાળા પેટે રૂ. ૧૫૦૦ કરોડની જોગવાઇ કરી છે જેની જમીન સંપાદન કામગીરી પ્રગતિ હેઠળ છે.

>          વાર્ષિક રૂપિયા એક લાખ કરોડનું ટર્નઓવર ધરાવતા અને સમગ્ર વિશ્વમાં સિરામીક ઉદ્યોગમાં નામના મેળવનાર મોરબી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ મોરબી-હળવદ અને જેતપર-મોરબી-અણીયાળી-ધાટીલા - રાજ્ય ધોરી માર્ગોની કુલ ૭૦ કિલોમીટર લંબાઇને ચાર માર્ગીકરણ કરવા માટે રૂ. ૩૦૯ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવ્યો છે.

>          અમદાવાદ-મહેસાણા ચાર માર્ગીય રસ્તાને માર્ગીય કરવાની કામગીરી માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ કરીને કામો શરૂ કરાયા છે.

>          વિધાનસભાની સદસ્ય નિવાસ સમિતિની ભલામણ અનુસાર ગાંધીનગર ખાતે નવું સદસ્ય નિવાસ સંકુલ નિર્માણ માટે જમીન પસંદગી પ્રક્રિયા કરી દેવાઇ.

>          ગાંધીનગર-કોબા-હાંસોલ રોડ (એરપોર્ટ રોડ) પર રાજસ્થાન સર્કલ પર રૂ. ૧૩૬ કરોડના ખર્ચે એકસ્ટ્રા ડોઝ કેબલ સ્ટેડ બ્રિજ તેમજ રક્ષા શક્તિ સર્કલ પર રૂ. ૫૦ કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રિજ બનાવવાનું કામો પ્રગતિ હેઠળ છે.•

દિલીપ ગજ્જર

(5:09 pm IST)