Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

અમદાવાદના જુહાપુરાના કુખ્યાત કાલુ ગરદનની ગેરકાયદે બિલ્ડિંગ પર એએમસીએ તવાઈ મચાવી ગેરકાયદે બિલ્ડિંગ પર બુલડોઝર ફેરવ્યુઃ વેજલપુર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી

કાલુ ગરદને સંકલિત નગર પાસે આવેલા ગ્રાઉન્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર ઉપરાંત અન્ય બે જગ્યા વેજલપુર અને સંકલિતનગરમાં પણ આવેલી કોર્પોરેશનની જમીન પર ગેરકાયદેસર રીતે બે માળની બિલ્ડીંગ ઉભી કરી દીધી હતી

અમદાવાદઃ જુહાપુરાના કુખ્યાત કાલુ ગરદનની ગેરકાયદે બિલ્ડિંગ પર એએમસીએ તવાઈ મચાવી છે. કાલુ ગરદને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. જેને ડીસીપી પ્રેમસુખ ડેલુએ તોડાવી નાખ્યું હતું અને તેની સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

જુહાપુરાના કુખ્યાત મોહંમદ શરીફ ઉર્ફે કાલુ ગરદને સંકલિત નગર પાસે આવેલા ગ્રાઉન્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર ઉપરાંત અન્ય બે જગ્યા વેજલપુર અને સંકલિતનગરમાં પણ આવેલી કોર્પોરેશનની જમીન પર ગેરકાયદેસર રીતે બે માળની બિલ્ડીંગ ઉભી કરી દીધી હતી.

ડીસીપીના ધ્યાને આવતા કાલુ ગરદનને મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી નોટિસ આપવા છતાં બાંધકામ ન તોડતાં બંદોબસ્ત સાથે તેણે કરેલા ગેરકાયદેસર બાંધકામ તોડી નાખ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી અને બાંધકામ કરી દેતા લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ વેજલપુર પોલીસ સ્ટેશનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ મહંમદ શરીફ ઉર્ફે કાલુ ગરદન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(5:18 pm IST)