Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

વિજયનગર તાલુકામાં ચાલુ ચોમાસામાં પણ ચેકડેમો સહીત તળાવો ખાલીખમ રહેતા સિંચાઈ માટે સમસ્યા

વિજયનગર:તાલુકામાં ચાલુ ચોમાસામાં અત્યાર સુધીમાં તૂટક-તૂટક માત્ર ૧૨ઇંચ વરસાદ  સુધી વરસાદ વરસ્યો છે જેને લઈને ધોરી અષાઢ માસ પૂરો થવા આવ્યો  અને આગામી બેત્રણ દિવસમાં શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો  છે છતાં ઓછા વરસાદે તાલુકાની નદીઓ કોરીધાકોર  છે અને તાલુકામાં પંચાયત હસ્તકના ૬૪ ચેકડેમ અને સ્ટેટના ૩૬૭ ચેકડેમ મળી કુલ ૪૩૧   ચેક ડેમો અને ૩૧ તળાવો હજુ ખાલીખમ છે અને સિંચાઇ માટે મુખ્ય આધાર વણજ ડેમમાં ઉપરવાસમાં આ વર્ષે ભારે વરસાદના અભાવે નવા વરસાદી નીર નહિ આવતા આગામી સિઝનોમાં સિંચાઇ માટે સમસ્યા સર્જાવાના એધાણ વર્તાઈ રહ્યા છે.

તાલુકામાં આ વર્ષે ૧૨૫૫૯ હેકટરમાં ખરીફ  વાવેતર છે.જે ૯૫.૧૦ ટકા છે. પાછોતર સારો વરસાદ નહિ થાય તો ખરીફ સિઝનના પાકોને પણ નુકસાન થવાની ખેડૂતોમાં ચિતા છે.તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતો ખેતી સિંચાઇ માટેનો  વિજયનગર પાસેનો વણજ ડેમ દર વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદથી ભરાતો  હતો પણ આ ડેમ આ વર્ષે ઉપરવાસમાં વરસાદ ન થતાં હજુ નવા નિરના અભાવે ભરાયો નથી. તેની છેલ્લી સપાટી યથાવત જ રહી છે.વણજ ડેમની મહત્તમ સપાટી ૩૩૨ મીટર સામે આ ડેમમાં આજ સવારની નોંધાયા મુજબની સપાટી ૩૨૩.૫૯ મીટર છે.તેમાં કોઈ નવા જળની આવક થઈ નથી તેથી ખેડૂતો માટે આ સ્થિતિ આગામી સિઝનો માટે ચિંતાનો વિષય છે

(5:21 pm IST)