Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ગાંધીનગર જિલ્લામાં મકાનમાં સંતાડી રખાયેલ દારૂનો મસમોટો જથ્થો ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગર: જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે સાંતેજ પોલીસે મોટી ભોયણ ગામે મકાનમાં સંતાડી રખાયેલા વિદેશી દારૃના મસમોટા જથ્થાને ઝડપી લીધો હતો. મહિલાએ ભાડે આપેલા મકાનમાં કોઈ શખ્સે દારૃ સંતાડયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે વિદેશી દારૃની ૬૧૨ બોટલ મળી ર.૪૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો.    

ગાંધીનગર જિલ્લામાં હાલ પ્રોહીબીશન ડ્રાઈવ અંતર્ગત દારૃની હેરાફેરી અને વિદેશી દારૃના સંગ્રહ બાબતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલના સાંતેજ પોલીસ ટીમને બાતમી મળી હતી કે મોટી ભોયણ ગામે ત્રણ રસતાથી કલોલ તરફ જવાના માર્ગ ઉપર કાશીબેન ચંદુબેન મકવાણાએ ભાડે આપેલા મકાનમાં કોઈ શખ્સે વિદેશી દારૃનો જથ્થો સંતાડયો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે આ મકાનમાં દરોડો પાડયો હતો અને વિદેશી દારૃની અલગ અલગ બ્રાન્ડની કુલ ૬૧૨ જેટલી બોટલ મળી આવી હતી. પોલીસે ર.૪૧ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો અને આ દારૃનો જથ્થો સંતાડનાર શખ્સની શોધખોળ શરૃ કરી છે. કયા વ્યક્તિને આ મકાન ભાડે આપવામાં આવ્યું હતું તે જાણવા માટે હાલ તો પોલીસ ટીમ મથી રહી છે ત્યારે આટલા મોટા પ્રમાણમાં અહીં દારૃ કયાંથી આવ્યો જેેને લઈ આસપાસના લીસ્ટેડ બુટલેગરોની પણ તપાસ કરવામાં આવી રહી છે. 

(5:23 pm IST)