Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં ઉભરાતી ગટરોના ગંદા પાણીની સમસ્યાથી ગ્રામલોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

 ગાંધીનગરગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ કરાયેલાં પોર ગામમાં છેલ્લા ઘણા દિવસોથી ઉભરાતી ગટરોના ગંદા પાણી ગ્રામજનો માટે આફત બન્યા છે. ગામમાં આવેલાં તમામ વિસ્તારમાં ગંદા પાણી વહી રહ્યાં છે જેના પગલે અવર જવર કરવામાં દુર્ગંધનો સામનો કરીને પસાર થવું પડે છે તો દુર્ગંધ યુક્ત પાણીના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. આ સમસ્યા અંગે ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવા છતાં તેનું નિરાકરણ નહીં આવતાં ઉભરાતી ગટરનાં ગંદા પાણીથી રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે.

ગાંધીનગર મહાનગર પાલિકામાં થોડા સમય અગાઉ સમાવિષ્ટ કરાયેલાં તમામ ગામોમાં અનેક પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય તેમ ગ્રામજનોને પણ હેરાન પરેશાન થવું પડે છે તો રસ્તા સહિત પાણી અને લાઇટો તથા ઉભરાતી ગટરોની સમસ્યાનો સામનો પણ અનેક ગામના લોકો કરી રહ્યાં છે. તો શહેરમાં સમાવેશ કરાયેલાં પોર ગામમાં છેલ્લા ઘણા દિવસોથી ઉભરાતી ગટરો ગ્રામજનો માટે શીરદર્દ બની છે. ગામમાં આવેલાં તમામ વિસ્તારો તથા આંતરિક તેમજ મુખ્યમાર્ગો ઉપર ગટરના દુર્ગધ યુક્ત પાણી વહી રહ્યાં છે. જેના પગલે અવર જવર કરતાં રાહદારીઓ તેમજ વાહનચાલકોને પણ દુર્ગંધનો સામનો કરીને પસાર થવું પડે છે. ઘણા વિસ્તારમાં ગટરના ગંદા પાણીના તળાવ પણ સર્જાયાં છે.

(5:24 pm IST)